ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ટાબરીયાએ આઠ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી પણ પોલીસે એક પણ ગુનો નોંધ્યો ન’તો
ક્રાઇમ રેટ ઓછો બતાવવા પોલીસ મથકે મિલકત વિરોધીના ગુના નોંધવાનું ટાળતી પોલીસ
શહેરમાં સબ સલામત હોવાની પોલીસ દ્વારા અવાર નવાર બણગા ફુકવામાં આવી રહ્યા છે. એક પણ ગંભીર ગુનાનું ડીટેકશન બાકી ન નથી પોલીસ પ્રજાની ફરિયાદ સાંભળી ત્વરીત કામગીરી કરતી હોવાની ખોટુ ઉપસાવવામાં આવતુ ચિત્રનો સગીર તસ્કરે પોલીસની પોલ ખોલી નાખી છે.
લોધેશ્ર્વર વિસ્તારના સગીર વયના ટાબરીયાને માલવીયા કોલેજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે. ટાબરીયાએ શહેરના ગોંડલ રોડ પર આવેલા શ્રીરામ સો મિલ, હરીધવા માર્ગ પર આવેલા સોહમ કલાસીસ નીચે બંધ મકાન, સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગણેશ ક્લિન કાસ્ટીંગના કારખાનામાં, પીરવાડી પાસે આત્મીય ડમ્પરના ડેલામાંથી, રામનગર વિસ્તારમાં બંધ મકાન, લોધેશ્ર્વર સોસાયટીમાં ગોકુલ પ્રોવિઝન સ્ટોરમાં, જિલ્લા ગાર્ડન પાસે કૃષ્ણકુંજ મકાનમાં અને અંબાજી કડવા પ્લોટ ગરબી ચોક પાસેના મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી છે.
સગીર ટાબરીયાએ આ પહેલાં એક ચોરી બનાસકાઠાના ડીસા ખાતે પમ કર્યાની કબુલાત આપી છે. જો કે તે ચોરીનો ગુનો નોંધાયો છે અને રાજકોટમાં આઠ સ્થળે કરેલી ચોરી પૈકી એક પણ ગુનો પોલીસે નોંધ્યો ન હતો. અને ફરિયાદીને તસ્કર ઝડપાયા બાદ તમારી ફરિયાદ નોંધશુ તેવું સમજાવી ફરિયાદીને પોલીસ મથકેથી રવાના કરી દેવામાં આવ્યા હતા. પ્રજાના જાન અને માલના રક્ષણ કરવાની પોલીસની પ્રાથમિક ફરજ છે. આમ છતાં શહેર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ટાબરીયાએ કરેલી આઠ ચોરી પૈકી બે ચોરીના ગુના પકડાયા બાદ ભક્તિનગર અને માલવીયાનગર પોલીસમાં નોંધવામાં આવી છે. તસ્કર પકડાયા બાદ જ ચોરીના ગુના પોલીસ દ્વારા નોંધવામાં આવતા હોવાથી પોલીસ ઇન્ડાયરેક રીતે તસ્કર પ્રોત્સાહન મળતું હોવાથી વધુને વધુ ચોરીના બનાવ બની રહ્યા છે.