જામનગરના એક કડિયા યુવાને આજે સવારે ઝેરી દવા પી લેતા તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના કડિયાવાડની શેરી નં.૧૦માં રહેતા મહેશભાઈ જગદીશભાઈ સોલંકી નામના કડિયા યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દોડી આવેલા જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર એન.એમ. લૈયાએ તેઓનું નિવેદન નોંધવાની તજવીજ કરી હતી.
દવા પીવાના કારણે બેભાન હાલતમાં રહેલા મહેશભાઈને સંબંધીઓએ આપેલા નિવેદન મુજબ મહેશભાઈએ એકાદ વર્ષ પહેલા રૃા.રપ હજાર વ્યાજે લીધા હતા જેનું દર મહિને તેઓ રૃા.સાડા સાત હજાર વ્યાજ ચૂકવતા હોવા છતાં બેએક મહિનાથી વ્યાજ ન ચૂકવી શકનાર મહેશભાઈને ગઈકાલે સાંજે વ્યાજે પૈસા આપનાર શખ્સે માર મારતા મહેશભાઈએ લાગી આવવાથી દવા પીધી છે. આ બાબતની ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com