આરોગ્ય ભારતી દ્વારા બિદિવસ ડેન્ગ્યુ વિરોધી આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાશે: સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ડો. હર્ષદભાઇ પંડીતના સહયોગથી જુવેનાઇલ ડાયાબીટીશના દર્દીને શુક્રવારે આરોગ્ય વર્ધક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ સરકારી આયુર્વેદીક હોસ્૫િટલના સહયોગથી ડેન્ગ્યુ વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

તન, મન, ધન થી રાષ્ટ્રીય સ્વાહા કરનાર અને આજીવન સેવાના ભેખ ધારી ડો. હર્ષદભાઇ પંડીતના સંપૂર્ણ સહયોગથી જુવેનાઇલ ડાયાબીટીશના બાળ દર્દીને આયુર્વેદ ટોનિકના અને આહાર કીટનું વિનામૂલ્યે વિતરણ શુક્રવારે સાંજે ૪ થી પ લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ બાલભવન પાસે રાજકોટ ખાતે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં લાભ લેવા દર્દીના જુના કાગળને આધાર કાર્ડની કોપી સાથે હાજર રહેવું અને ડો. જયસુખ મકવાણા મો.નં. ૯૪૨૮૨ ૦૪૦૮૯ અથવા ભરતભાઇ કોરાટ ૯૮૨૫૬ ૨૪૮૮૬ ને નામ લખાવી દેવા.

આ તકે ડો. હર્ષદભાઇ પંડીત  જણાવે છે કે દર્દીને કીટમાં આહાર ઉપરાંત આયુર્વેદ ટોનિસ આપવામાં આવશે અને તેમને સલાહ આપી કે જવ, ઘઉ, કલોંજી  અને ગુંદ દરેક ૧૦૦ ગ્રા. લઇને ચૂર્ણ બનાવી ૧૦ દિવસ માટે દસભાગ કરી દરરોજ અડધો લીટર પાણીમાં ઉકાળી એક કે બે વાર પીવાથી ખુબ જ પરિણામ મળશે. આ તકે દર્દીને માગદર્શક પુસ્તિકા પણ આપવામાં આવશે.

આરોગ્ય ભારતી ગુજરાત અને ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમીતીના ઉપક્રમે ડેન્ગ્યુ થી રક્ષણ મળે તેવા આયુર્વેદ ઉકાળાનું વિતરણ નો આરંભ પદ્મ કુંવરબા સરકારી આયુર્વેદી હોસ્પિટલના સહયોગથી જંકશન પ્લોટ ખાતે દિવ્ય સંઘના વરિષ્ઠ કાર્યકર હરિવદનભાઇ અંતાણી ના શુભ હસ્તે કરેલ. આ તકે આરોગ્ય ભારતીયના ડો. જયસુખ મકવાણા ભરત કોરાટ અને શિવાનંદ મિશનના સ્વાદિયાભાઇ ઉપાઘ્યાયભાઇ અને કિશોરભાઇ રાઠોડ વી. વ્યવસ્થા ગોઠવેલ.

સરકારી આયુર્વેદ હોસ્૫િટલના ડો. જીતેશ પાદરીયા ના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૭,૮ અને ૯ સવારે ૭ થી ૯ કિશાન પરા રેસકોર્ષ  ખાતે આ ઉકાળાનું ત્રણ દિવસ થશે.

વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા ડો. હર્ષદ પંડીત, ડો. જયસુખ મકવાણા, તથા ભરતભાઇ કોરાટે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.