- અબતકની મુલાકાતમાં ફાઉન્ડેશનના આગેવાનોએ કાર્યક્રમની વિગતો આપી ડાયાબિટીસના
- સારવારની સામગ્રીને ઈમ્પોર્ટ ડ્યુટી જીએસટીમાંથી મુક્તિ આપવા કરી માંગણી
- ટાઈપ વન ડાયાબિટીક બાળકો માટે કાર્યરત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સંસ્થાના 21 માં સ્થાપના દિવસે ટાઈપ એક ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અબતકની મુલાકાતે આવેલા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન સંસ્થાપક અપુલભાઈ દોશી અનીશ ભાઈ શાહ રોહિતભાઈ કાનાબાર અજયભાઈ લાખાણી હિતેશભાઈ ગણાત્રા રાહુલભાઈ રાઠોડ પાર્થભાઈ સચદે અને ઋષિલભાઈ દવે એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ડાયાબીટીક બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ના સેવા અભિયાનને 20 વર્ષ પૂરા થયા ને 21માં વર્ષની સ્થાપના થઈ રહી છે ત્યારે 30 જૂન રવિવારે સવારે 10:00 વાગે પ્રમુખસ્વામી હોલ આલાપ ગ્રીન સીટી સામે રહ્યા રોડ રાજકોટ ખાતે ડાયાબિટીકિ બાળકો માટે નિશુલ્ક મેગા ચેકઅપ અને ઓવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
આ સેવા યજ્ઞ માં આશીર્વાદ માટે અને ઉદ્ઘાટક તરીકે વૈષ્ણવ આચાર્ય વ્રજરાજકુમાર ખાસ ઉપસ્થિત રહેશે. સાથે સાથે ડાયાબિટીસ બાળકો અને તેમના પરિવારો ને પ્રોત્સાહન આપવા માટે પ્રસિદ્ધ ક્રિકેટર જયદેવ ભાઈ ઉનટકટ મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચીબેન નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી એશ્વર્યાબેન સખુંજા ખાસ ઉપસ્થિત રહેશે.
આ સેવા કાર્યોમાં બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી, ફાલ્કન પંપ વાળા પ્રભુદાસ પારેખ, ઇસુઝું મોટર ના જગતસિંહ જાડેજા, આરસીસી બેંકના પરસોતમભાઈ પીપળીયા, પ્રશાંત કાસ્ટિંગ વાળા શંભુભાઈ પરસાણા, ધીરુભાઈ સુવાગીયા હરીશભાઈ લાખાણી પરેશભાઈ રૂપારેલીયા પૃથ્વીરાજસિંહ જાડેજા મનીષભાઈ માડેકા જગદીશભાઈ કોટડીયા રાજુભાઈ કોબારુ પુનિતભાઈ ચોવટીયા કિશોરભાઈ ત્રિવેદી અને બાળકોની લાઈફ લાઇન જેવા ડોક્ટરો નિલેશભાઈ દેત્રોજા ,ડોક્ટર કૌશલભાઈ શેઠ, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર તપનભાઈ પારેખ, ડોક્ટર હર્ષભાઈ દુર્ગીયા ડોક્ટર ચેતનભાઇ દવે, ડોક્ટર સાગરભાઇ બરાસરા અને ડોક્ટર ઝલક શાહ ઉપાધ્યાય, ખાસ ઉપસ્થિત રહેશે. જુવે લાઇન ડાયાબિટીસ ફાઉન્ડેશન ના સેવાના અપૂલભાઈ દોશી એ જણાવ્યું હતું કે સંસ્થા 21 વર્ષથી આ સેવા કાર્ય કરી રહી છે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોને સારવાર અને માર્ગદર્શન આપવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ડાયાબિટીસની સારવાર ની કીટ અને સાધન સામગ્રી વિદેશમાંથી આયા ત કરવામાં આવતી હોય જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ડાયાબિટીસ સારવાર ની કીટ સહિતની વસ્તુઓ ને જીએસટી અને ઈમ્પોર્ટ ડ્યુટી માંથી મુક્તિ આપે તો સારવાર સસ્તી થઈ જાય તેમણે જણાવ્યું હતું કે સરકારે આ તમામ સાધન સામગ્રી બહારથી આયાત જ ન કરવી પડે અને ઘર આંગણે ઉત્પાદન થાય તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ.