- આઈ-ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં 480થી વધુ બાળકોએ લીધો લાભ: બાળકોનાં જીવનમાં પ્રકાશ પાથરવા માટે હંમેશા તત્પર
જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશન – રાજકોટ છેલ્લા બે દાયકાથી સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ ના જુવેનાઇલ ડાયાબીટીક માસૂમ બાળકોની સેવા માં સમર્પિત છે. વર્ષ 2004 માં 5 બાળકોની સેવા સાથે શરૂ થયેલ સંસ્થામાં આજે 2000 થી વધુ બાળકો ને સંસ્થા ના સેવા પ્રકલ્પ હેઠળ આવરી લેવાયેલ છે. આ ઉણપ ધરાવતા બાળકોને ઇન્સુલિન, સ્ટ્રીપ, નીડલ, ગ્લુકોમીટર, મેડિકલ રીપોર્ટ્સ તથા તેમના વાલીઓને માહીતી-માર્ગદર્શન પૂરું પાડવા માં આવે છે. વધુ માં આ બાળકો ના જીવન માં નિરાશા ન આવે તે માટે સમયાન્તરે મોટીવેશનલ કેમ્પ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ ઉણપ અસાધ્ય પીડાદાયક અને ખર્ચાળ છે. અનકંટ્રોલ સુગર ને લીધે બાળની કિડની, આંખ, દાત વગેરે અંગ ઉપર પ્રતિકૂળ અસર થતા નુકસાન થાય છે
આ બાળકોની સંભાળ લેવાના ભાગ રૂપે વર્ષ માં એકવાર નિ:શુલ્ક આઈ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધર્મજીવનદાસજી ગુરુકુળ હોસ્પિટલ ગોંડલ રોડ રાજકોટ ખાતે જુવેનાઇલ ડાયાબિટીક બાળકો માટે નિ:શુલ્ક આઈ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં 480 થી વધુ બાળકો ને તેમની આંખ તથા દાતની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવેલ.
કેમ્પ ના ઉદઘાટન સમારોહમાં દીપ પ્રાગટ્ય સ્વામિનારાયાણ ગુરુકુલ સંસ્થા ના સંતો દ્વારા કરવા માં આવેલ પ્રકાશ સ્વામીજી, ભક્તિપ્રસાદ સ્વામીજી, વધુ સંત સંત સ્વામીજી એ બળકો ને વિવિધ પ્રેરણાદાયક ઉદાહરણો દ્વારા પ્રોત્સાહિત કરેલ તેમજ હિંમત આપેલ તથા જે ડી એફ ના મેનેજિંગ ટ્રસ્ટી અપૂલભાઇ દોશી તથા તેમની ટીમ ને માસૂમ બાળકોની સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ તેમજ હમેશા માટે સંસ્થા ને સંપૂર્ણ સહયોગ આપવા માટે ખાત્રી આપેલ અંત માં તેમણે બાળકોને આશીર્વાદ પાઢવેલ. રોલેક્ષ રીંગ્સ લિ મનીષભાઈ માદેકા તરફથી રૂ.200,000,
અંજનાબેન નિલેષભાઈ વાધર તરફથી રૂ.151,000, પંડયાભાઈ તરફથી રૂ.51,000, ભાવિનભાઈ ગઢીયા તરફથી રૂ.21000 શશીકાંતભાઈ રાયઠઠા તરફથી રૂ.11111 રાજેશભાઈ વોરા તરફથી રૂ.11111, નંદકુમાર રામાનુજ, ભાવિનભાઈ ગઢીયા, પારસભાઈ દોશી, મા.ડો. વિશાલભાઈ વારિયા, રાજેશભાઈ વોરા, લવજીભાઈ પ્રજાપતિ, . શૈલીબેન ગણાત્રા, જયંતીભાઈ : રાદડીયા, ભૂમિબેન રપારકા ઉપસ્થિત રહેલ.
આ કેમ્પ મા સેવા આપનાર તજજ્ઞ ડોક્ટરઓ ડો. સનાતન જાની(આઈ સર્જન), ડો. શ્રી હર્ષ યાદવ(આઈ સર્જન), ડો. દીપશિખા મિતલ(આઈ સર્જન), ડો. ભાગ્યશ્રી સાંકળીયા(આઈ સર્જન), અખિલેશ દ્રીવેદી(આઈ ટેકનીશ્યન), અંજનીકુમાર ચૈહાણ(આઈ ટેકનીશ્યન), મનીષકુમાર શર્મા(આઈ ટેકનીશ્યન), ધારાબેન રાઠોડ(આઈ ટેકનીશ્યન) સેવા આપેલ.
ઉપરોક્ત કેમ્પ મા બાળકોને ટેસ્ટી મકાઇ નો પૈષ્ટિક નાસ્તો રિદ્ધિ-સિધ્ધી ફાર્મ વાળા લવજીભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ.
સંસ્થા દ્વારા કેમ્પ મા સેવા આપનાર મહાનુભાવો તથા કેમ્પ માટે સંપૂર્ણ સહયોગ આપવા બદલ સ્વામિનારાયણ સંત અને ડોક્ટરઓ નું મોમેન્ટો આપી સન્માન કરવા મા આવેલ.
જુવેનાઇલ ડાયાબિટિશ ફાઉન્ડેશન તરફ થી કેમ્પ મા હાજર રહેલ બાળકોને મેડિકલ કીટ નિ:શુલ્ક રૂપિયા 1500 ના મૂલ્યની ભેટ આપવામાં આવેલ કાર્યક્રમ ના અંત મા આસરે 500 થી વધુ લોકો ને વ્યશન મુક્તિ નો સંકલ્પ લેવડાવામા આવેલ ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામા આવેલ.