સૌરાષ્ટ્રની જનતાને મળશે ન્યાય, હાઈકોર્ટની બેચ માટે
જ્યુડિશિયલની ગરિમા જાળવવા જ્યુડિશિયલ કમિશનની તાતી જરિયાત
સમૃદ્ધ વકીલોએ જરિયાતમંદવકીલોનીખેવનાકરવીજોઈએ
રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજે સંસદ સભ્ય બન્યા બાદ અબતક ચેનલ સાથે વિશેષ વાતચીત કરી હતી. ગુજરાતમાંથી સૌથી પહેલો ચૂંટાયેલ સંસદ સભ્ય અભયભાઇ બન્યા છે અભયભાઇ, રામિલાબહેન અને શક્તિસિંહને ૩૬ – ૩૬ મતો મળ્યા હતા. જ્યારે સમાન મતો થાય ત્યારે ઇલેક્શન કમીશનનો નિયમ છે કે લોટ નાખવામાં આવે છે અને એ લોટમાં પ્રથમ નામ અભયભાઇ ભારદ્વાજનું નીકળ્યું છે.
પ્રશ્ન: જીત બાદ ગુજરાતની જનતાને શું કહેવા માંગશો ?
જવાબ: ગુજરાતની પ્રજા શાણી પ્રજા છે સમજદાર પ્રજા છે અતિ શસક્ત પ્રજા છે. અમે હવે ગુજરાતની પ્રજાના અવાજ બન્યા છીએ. ગુજરાતની પ્રજાનો અવાજ સંસદમાં મુકવાનો છે. પ્રજાએ મને અધિકાર આપ્યો છે શક્તિ આપી છે સાથો સાથ જવાબદારી પણ આપી છે. ગુજરાતની જે વાત છે ગુજરાતની પ્રજાની જે વાત છે એ સંસદમાં સ્થાન પામે. મારી નૈતિક જવાબદારીઓ હું નિભાવિશ. ગુજરાતની જનતાને હું કહેવા માંગીશ તમારા સૌનો હું ઋણી છું.
પ્રશ્ન: જજોની ટ્રાન્સફર અને નિમણૂક પર આક્ષેપો થતા હોય છે ? આપનું શું મંતવ્ય છે ?
જવાબ: હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિએ એક રેફરન્સ કરવો જોઈએ. મુદ્દો એવો છે કે હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિને આર્ટિકલ ૭૪ બંધનકર્તા છે.આર્ટિકલ ૭૪ એવું કહે છે.કેબિનેટ કોઈ પણ નિર્ણય લે તેમાં તે ફરીથી પૂર્ણ વિચાર માટે મૂકી શકે છે.પરંતુ બીજી વાર જો મૂકે તો તેને બંધનકર્તા છે.આમ કોઈ પણ જજની નિમણૂક કરવી કે ના કરવી, સરકાર એવો નિર્ણય કરે કે નહીં નિમવી જોઈએ આ વ્યક્તિ ને .રાષ્ટ્રહિત માં ન નિમવી જોઈએ, આક્ષેપોને કારણે નહીં નિમવી જોઈએ.. તો એ આર્ટિકલ ૭૪ નીચે રાષ્ટ્રપતિ ને બંધનકર્તા છે. રાષ્ટ્રપતિ ને બંધારણ બંધનકર્તા છે સર્વોચ્ચ અદાલત ના ચુકાદા કરતા પણ વધારે. અને એના કારણે જે જ્યુડિશિયલ કમિશન, જજની પસંદગી માટે કમિશન બનાવવાની વાત છે એ એક જ આખી જ વ્યવસ્થા ને સુદધ કરવા માટે છે.અને એના અનુસંધાનમાં આખા રાષ્ટ્રમાં જે જાગૃતિ આવી છે, વકીલો પણ જે માંગણી કરી રહ્યા છે. ન્યાયમૂર્તિઓ પણ જે પીડિત છે તે માંગણીઓ કરી રહ્યા છે. કે નેશનલ જ્યુડિશિયલ કમિશન અને નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટની જો રચના કરવામાં આવે તો પ્રશ્નનો નિકાલ કરવામાં આવે તેવી સ્થિતિ છે.
પ્રશ્ન: સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેચ ક્યારે મળશે?
જવાબ: હાઇકોર્ટની બેચના સંદર્ભે મારે કહેવાનું કે સૌરાષ્ટ્ર અને ગુજરાત નો પ્રશ્ન જુદો છે. આપણે ત્યાં હાઇકોર્ટ હતી, હાઇકોર્ટ ની બેચ હતી જે આપણી પાસેથી લઈ લેવામાં આવી. આપનો કિસ્સો બીજા કરતા જુદો છે. ગુજરાત રિઓર્ગેનાઇઝેશન એક્ટ, બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટમાં સુધારો કરવાથી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ૬૦૦ માઈલ, ૪૦૦ માઈલ જ્યાંથી પણ લોકોને આવું પડતું હોય તે તમામ નો અધિકાર છે કે તેઓને હાઇકોર્ટની બેચ મળે.માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ જ્યાં જ્યાં લોકોને તકલીફ છે ત્યાં બેચ મળવી જોઈએ. તમે દ્વારકાથીઅમદાવાદ જતા હોઈ તો ૬૦૦ કિલોમીટર થાય એવા ઘણા રાજ્યો હશે ત્યાં આ પ્રશ્ન છે. તમામ પ્રજાને ન્યાય સરળતાથી મળી શકે તે માટે હાઇકોર્ટ ની બેચ મળવી જોઈએ. તેવી મારી પ્રામાણિક માન્યતા છે.
પ્રશ્ન: લોકડાઉનમાં નાના વકીલોની હાલત કાફોળી બની છે ? આપના મતે તેનો ઈલાજ શું ?
જવાબ: અતિ સમૃદ્ધ વકીલો છે તેને એક જરૂરિયાતમંદ વકીલોના પરિવારને સંભાળી તેનું ધ્યાન રાખવું જોઈએ.
રાજકોટ બાર એસોસિએશન જે કરે છે, કોઈને જાણ કર્યા વિના બધા ને ઘરે કીટ પોહચાડે છે આવી વ્યવસ્થા તમામ બાર એસોસિએશન કરે તે જરૂરી છે. જ્યાં નાના સ્તરે આ વ્યવસ્થા ન હોઈ ત્યાં જીલ્લા બાર એસોસિએશન ની આ જવાબદારી છે.સરકારની રાહ જોયા વિના સમૃદ્ધ વકીલોએ તેમની સમૃદ્ધિ જરૂરિયાતમંદ વકીલો માટે વહાવી દેવી જોઈએ.
પ્રશ્ન: ચીની વસ્તુઓના બહિષ્કાર ભારતીયો કરી રહ્યા છે, આપ શું માનો છો ?
જવાબ: ચીન એક દુશ્મન રાષ્ટ્ર છે. કોંગ્રેસના નરસિંહરાવે જે વડાપ્રધાન તરીકે ભૂલ કરી જેને કારણે આપણે વૈશ્વિક વ્યવસ્થામાં બંધાઈ ગયા છીએ.
ભારત સરકાર પ્રતિબંધ મૂકે એ પહેલાં જ આપણે એક ભારતીય તરીકે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ. માણસે હૃદયથી નક્કી કરવું જોઈએ કે હું ચીનની વસ્તુ નહીં લઉ.