45 વર્ષથી ઓછા વયના તમામ વકીલોને રસીકરણ અભિયાનમાં સામેલ કરવા વડાપ્રધાનને લેખિત રજૂઆત
ભારત સરકાર દ્વારા કોવિડ-19ની રસીકરણ માટેની ગાઇડલાઇન નકકી કરવામાં આવેલી અને તે મુજબ આરોગ્ય કર્મચારી, ફન્ટલાઇન વર્કર, 60 વર્ષથી ઉપરના તમામ અને કોમોબોડીટી ધરાવતા 45 વર્ષથી 59 વર્ષના તમામ નાગરીકોને તબકકા પ્રમાણે રસીકરણ કરવામાં આવે તે પ્રકાર 45 વર્ષથી ઓછી ઉંમરના તમામ વકીલોને કોરોનાની રસી આપવા રાજકોટ ડિસ્ટોકિટ બાર એસો. પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.
કોવિડ-19ની વકરતી જતી પરિસ્થિતિને કારણે વકિલોની આવક બંધ થતાં પોતાના પરિવાજનોનું જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ થયેલ છે અને ધી એડવોકેટ એકટ-1961માં રહેલ પાબંધીઓને કારણે વકિલો વકિલાત સિવાય અન્ય કોઇ ધંધો રોજગાર કરી શકતા ન હોય તેથી આ વિકટ પરિસ્થિતિને જરૂરી ગાઇડલાઇન સાથે કોર્ટ કાર્યવાહીઓ ચાલુ થયેલ તે કોર્ટો ચાલુ રાખવી જરૂરી છે.
ભારત દેશમાં 45 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓ અને યુવાનોની સંખ્યા આશરે 70 ટકા છે. અને દેશભરમાં 45 વર્ષથી ઓછી ઉમરના વકિલોની સંખ્યા આશરે 20 લાખ અને ગુજરાત રાજયમાં તે સંખ્યા આશરે 55 હજાર કરતા વધારે છે અને યુવાન વકિલો જ કોર્ટ કામગીરીમાં વધારે જાય છે અને કોર્ટ કામગીરી સંભાળે છે.
ભારતભરમાં વકીલાત બંધ થતા વકીલોએ આત્મહત્યા પણ કરેલા હોવાના હૃદય કં5ાવનારા કિસ્સાઓ સામે આવે છે. ભારતભરમાં નીચેની કોર્ટના સિવિલ જજોની ભરતીની પ્રક્રિયા તથા ડિસ્ટ્રિકટ જજોની ભરતીની પ્રાથમિક, લેખિત અને મૌખિક પરિક્ષાઓની તારીખો પણ કોવિડ-19ના કારણે પાછી ઠેલાઇ રહી છે ત્યારે કોવિડ-19ની વેકિસન 45 વર્ષથી નીચેની ઉમરના તમામ વકીલો તથા તેમના પરીવારજનોને પણ સમયસર આપી દેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
આમ, ભુતપુર્વ તથા પ્રવર્તમાન જસ્ટિસ, જઝિજ, કોઇપણ વયજુથના વકીલો તથા સ્ટાફના પરીવારજનોને કોવિડ-19ની વેકિસનની વ્યવસ્થા જે તે નજીકની કોર્ટ સંકુલના નિ:શુલ્ક મળી રહે અને યુવાનોને નજીકમાં નજીકના સ્થળે વિના મુલ્યે સરળતાથી આપવામાં આવે તે મુજબ વ્યવસ્થા કરવી જરૂરી છે અને તમામ કોર્ટો, રમગગમત, મંદિરો, જાહેર સ્થળો વિગેરે અંગે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જરૂરી ગાઇડલાઇન મુજબ ચાલુ રાખવી જોઇએ.
આ રજૂઆતને ઉપપ્રમુખ મેહુલભાઇ મહેતા, નયનભાઇ વ્યાસ, સેક્રેટરી દિલીપભાઇ જોષી, અજય પિપળિયા, જોઇન્ટ સેક્રટરી જતીનભાઇ ઠકકર, ખજાનચી, વી.ડી. રાઠોડ, અશ્ર્વિન મહાલિયા, લાઇબ્રેરી સેક્રેટરી, નિવિદભાઇ પારેખ, નિરવભાઇ પંડયા, કારોબારી સભ્યો વિરેન રાણીંગા, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડા, સોહિન મોર, આનંદ રાધનપુરા, કિશન વાલ્વા, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઇ, જીતેન્દ્રસિંહ પરમાર, શૈલેષ સુચક અને ઇસ્માઇલ પરાસરાએ સમર્થન આપેલ છે.