દિપક મિશ્રા બનશે સુપ્રીમના નવા ન્યાયમૂર્તિ
મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરે તેની કામગીરીના આખરી દિવસે તેમના માતા અને દેશ કે જયાં તેઓનો જન્મ થયો છે તેનો આભાર માન્યો હતો. જસ્ટીસ ખેહર આવતીકાલે નિવૃત થઈ રહ્યાં છે. જેની જગ્યાએ દિપક મિશ્રા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિપક મિશ્રાને સપથ લેવડાવશે. ખેહરના વિદાય સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને વકીલો હાજર રહ્યાં હતા. ખેહરે વિદાય સમારોહમાં સંબોધન આપતા તેમની માતાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, તેની માતા ખુબ પ્રેમ કરે છે અને તેમણે જીવનમાં જે કંઈ આપ્યું તેના માટે આભાર માનું છું.
જે.એસ.ખેહરનો જન્મ કેન્યામાં થયો છે. જેથી કેન્યાનો પણ આભાર માનતા તેઓએ કહ્યું હતું કે, જે દેશમાં મારો જન્મ થયો છે તેણે મારા વ્યક્તિગત વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. કારણ કે, પાયાનું શિક્ષણ તેઓએ કેન્યામાંથી જ લીધું હતું. આ ઉપરાંત ખેહરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેની તક મળતા દેશનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ભારતનું ઘણું ઋણ છે જેને ચૂકવવામાં હું અસમર્થ નિવડીશ.
ગત ૪થી જાન્યુઆરીએ ૬૫ વર્ષના જે.એસ.ખેહર દેશના ૪૪માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેઓએ પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે. તેઓએ કર્ણાટક અને ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ જવાબદારી નિભાવી છે. ખેહરે નિવૃતિ પહેલાના એક અઠવાડિયાની અંદર ટ્રિપલ તલાક અને પ્રાઈવસી બાબતના સીમાચીન્હ‚પ ચુકાદા આપ્યા છે. ખેહર બાદ હવે જસ્ટીસ દિપક મિશ્રા સુપ્રીમના નવા ન્યાયમૂર્તિ બનવાના છે. જેઓના માથે કાશ્મીરની કલમ ૩૫-એની સુનાવણી અને ચુકાદાનું ભારણ છે. આ બાબતમાં દિવાળી પહેલા જ સુનાવણી શરૂ કરવામાં આવશે.