વડોદરાની એમ.એસ.યુનિ.માં બંધારણ પર વેબિનાર

ન્યાય ત્યારે સાર્થક ગણાય જયારે દેશના અંતરીયાળ વ્યકિતને ન્યાય મળે તેમ એમ.એસ. યુનિ. દ્વારા પરિવર્તનશી બંધારણ વિષયે યોજાયેલા વેબિનારમાં જણાવ્યું હતું.
ફેકલ્ટી ઓફ લો ઘી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ દ્વારા નેશનલ યુથ સમિટના ભાગ‚પે “પરિવર્તનશીલ બંધારણવાદના વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું .યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર પ્રો પરીમલ વ્યાસ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના ઇતિહાસની વાત કરતા પ્રથમ વાઇસ ચાન્સેલર મતી હંસાબેન મહેતાનું બંધારણમાં યોગદાન તેમજ બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરના નિર્માણમાં મહારાજા સયાજીરાવ નું યોગદાન યાદ કર્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણયોથી સમાજના ગણો પરિવર્તન આવ્યો એ વિષે પોતાના મંતવ્યો આપ્યા હતા.
યુનિવર્સટી ના સેનેટ અને સીંડિકેટ ડો જીગર ઇનામદારે જણાવ્યું વડોદરા એક જ એવી સંસકારી નગરી છે જ્યાં કોર્ટને પણ ન્યાય મંદિર કહેવામાં આવે છે.
વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા હતા. તેમણે જણાવ્યું કે બંધારણનો મુખ્ય ઉદેશ્ય નાગરિકોના મૂળભૂત અધિકારો નું રક્ષણ કરવા ની સાથે સમાજ માં રહેલા રંગ, જાતિ ,ધર્મ ના ભેદભાવો ને દૂર કરી નાગરિકો ને સમાનતા નો અધિકાર આપવાનો છે.
ભારતીય ન્યાયપાલિકા આખી દુનિયામાં સૌથી મજબૂત છે. અહીંયા લોકોના અધિકારોને સુરક્ષિત રાખવામાં આવે છે. આ બધા જજોને કારણે જ સંભવ છે. ન્યાયના માનવીય મૂલ્યો અને માનવીય ચહરો હોવો જોઇએ. તેમણે કહ્યું કે ગરીબ માણસના અને અમીરના આસું તો સરખા જ હોય છે. ન્યાયના બંન્ને તરાજુમાં સંતુલન હોવું જોઇએ સમતાની સાથે ન્યાય ત્યારે સાર્થક થશે જ્યારે દેશના અંતરિયાળ વ્યક્તિને ન્યાય મળશે.તેમણે તે પણ જણાવ્યું ખાપ પંચાયત દ્વારા લેવા માં આવતા નિર્ણયો અબંધારણીય છે હાલ માંજ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા વ્યભિચાર, સમલેંગિક લોકો ના અધિકાર અને સ્ત્રી સમાનતા નો અધિકાર આપવા ના નિર્ણયો ભારત ના બંધારણ ની પરિવર્તનશીલતા દર્શવે છે. જે બદલાતા સમય સાથે નાગરિકોના અધિકારો નું રક્ષણ કરે છે. જે ઘણા બધા દેશોથી ભારત ના બંધારણ ને અલગ બનાવે છે.
વેબિનાર ફેકલ્ટી ડીન ડો.(પ્રો) ભાવના મેહતા ,એડવાઇસર ઇન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ ડો. જીગર ઇનામદાર અને ઇન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ ના ડારેકટર ડો. રીના ભાટિયા ના નિર્દેશન હેઠળ આયોજિત કરવા આવ્યું છે. આ વેબિનાર ને ફેસબૂક અને ઝૂમ દ્વારા ૬૦૦૦ થી પણ વધુ લોકો દ્વારા લાઈવ જોવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.