જજોની ધટતી સંખ્યા અને સ્ટાફનાં અભાવે સમસ્યા ઉદભવી રહ્યાનો રાજ્યસભામાં નારણ રાઠવાના સવાલ પર કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદનો જવાબ
ન્યાયમાં દેશ છે પણ અંધેર નથીની ઉકિત આર્દશ અને તટસ્થ ન્યાય માટે બંધબંસતી છે. પરંતુ કયારેક વિલંબથી મળતો ન્યાય અન્યાયની ગરજ સારતો બની જાય છે. ગુજરાતની અદાલતોમાં અત્યારે લાખો કેસોના ખડકલાની સમસ્યાથી ન્યાય વાંચ્છુઓ પીડાય રહ્યા છે.
રાજયસભામાં એક પ્રશ્ર્નના જવામાં કેન્દ્રીય કાયદા પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં અલગ અલગ અદાલતોમાં અત્યાર પેન્ડીંગ કેસોની સંખ્યા અત્યારે ૧૮ લાખ જેટલી થવા જઇ રહી છે. રાજયસાના સભ્ય નારણભાઇ રાઠવાએ પુછેલા પ્રશ્ર્નમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકારી રાહે ઉપલબ્ધ માહીતી મુજબ ગુજરાતની હાઇકોર્ટેમાં ૧૨૩૪૭૮ મુકદકમાઓ પેન્ડીંગ છે જેમાં થી ૩૧૫૯ મુકદમાઓ પંદર વર્ષથી વધુના સમયથી પેન્ડીંગ પડયા છે. ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ચાર વર્ષમાં નવ જજોની નિયુકિત કરવામાં આવી છે. સરકાર કેસોના ખડકલા ઓછા કરવાના સતત પ્રયાસ કરી રહી છે. કેટલાક કારણોસર આ સમસ્યા સર્જાય છે. જજોની ઘટતી સંખ્યા સ્ટાફની ઘટ અને સહાયક અદાલતોની સુરક્ષાના અભાવને કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે કેસોને નિકાલ માટે બાર તપાસનીશ સંસ્થાઓ સાક્ષીઓ કેસ દાખલ કરવાની પઘ્ધતિ અને કેટલાક નિયમોના કારણે નિશ્ર્ચિત સમયની જરુરીયાત કેસોના ખડકલા વધારે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જીલ્લા અને નીચલી અદાલતોમાં કુલ ૧૬૯૭૮૩૦ કેસ પેન્ડીંગ છે. તેમાંથી ૪૪૫૬૪૩ સીવીલ, દિવાની અને ૧૨૫૨૧૮૭ ફોજદારી કેસો પેન્ડીંગ છે.
કાયદા વિદ્દોના મત મુજબ ગુજરાતની અદાલતોમાંથી સગીરો સામેના મુકદમાઓ ઝડપથી ઉકેલયા તેવી પઘ્ધતિ અપનાવવાથી કેસોના ખડકલા ઓછા થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ યતિન ઓઝાએ જણાવ્યું હતું કે હું માનુ છું કે કેસોનો ભરાવો લાલબતી સમાન છે આ માટે એક એવી આગવી વ્યવસ્થા હોવી જોઇએ કે સગીર સામેના કેસો ત્વરીત ઉકેલાઇ જાય જો આ વ્યવસ્થાનો અમલ થાય તો હું માનું છું કે કેસોના ભરાવાનો આંકડો એક ઝાટકે ધટી જાય.