મરચાં, ભીંડો, રીંગણા સહિતના ભાવોમાં આંશિક ઘટાડો
છેલ્લા થોડા દિવસોમાં અતિશય પહેલા વરસાદને કારણે રાજકોટ શાકભાજી યાર્ડમાં શાકભાજીની આવકમા ધરખમ ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે તમામ શાકભાજીનો સોથ વળી ગયો હતો. પરંતુ હવે વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે શાકભાજીનો નવો ફાલ તૈયાર થતા આવકમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. જેથી હાલ ભાવમાં આંશિક ઘટાડો થયો છે થોડા દિવસો બાદ પુરતા પ્રમાણમા શાકભાજી આવશે ત્યારે ભાવ પુરેપુરા ઘટવા પામશે.
હવે વરસાદ નહિ પડે તો ભાવ ચોકકસ ઘટશે: રાજુભાઇ ગજેરા(કલાર્ક)
રાજકોટ માકેટીંગ યાર્ડના કલાર્ક રાજુભાઇ ગજેરા એ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે અત્યારે રાજકોટ જીલ્લાના આજુબાજુના વિસ્તારમાં વરસાદ હોવાને લીધે તમામ શાકભાજીની આવક ધીમે ધીમે વધારો થયો જોવા મળી રહેલ છે. અને શાકભાજીના ૫૦ ટકા જેટલા ભાવ નીચે આવેલ છ મચ્ચા પહેલા ૧૦૦થી ૧૪૦ રૂપિયામા વહેચાતા હતા. જયારે અત્યારે ૮૦ રૂપિયામાં થઇ ગયા છે. ભીંડો પહેલા ૫૦ રૂપિયામાં વહેચાતો અત્યારે ૧૫ રૂપિયા થઇ ગયેલ છે. રીંગણા ૧૦૦ રૂપિયામાં વહેચાતા અત્યારે ૨૫ રૂપિયામાં વહેંચાય છે. તમામ શાકભાજીના ભાવમા ૫૦ ટકાનો ઘટાડો આવેલ છે. પહેલાની જેમ પાછો અતીભારે વરસાદ પડે તો શાકભાજીને નુકશાન થઇ શકે છે ત્યારે પાછા ભાવ વધરવાના ચાન્સ રહેલ છે અને જો વરસાદ ન થાય તો હજુ પણ ભાવ ઘટશે. ચોટીલા તાલુકાના કાળુભાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અત્યારે પાક નિષ્ફળ થયો છે હું મરચીની ખેતી કરુ છુ અત્યારે ભાવ વધારે પણ નથી અને ઓછા પણ નથી સમાંતર છે વરસાદને લીધે વાવેતર બગડી ગયુ છે. ચોટીલા તાલુકાના રંગીતભાઇએ અબતક મીડીયગા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ખેતીમાં ભારે વરસાદના કારણે પાકમા બહુ મોટી નુકશાની આવી છે વાવેતરની ફસલ નષ્ટ થઇ ગઇ છે જો સરકાર ખેડૂતોને સહાય નહી આપે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. અમે કાકડી વાળીએ છીએ. અત્યારે યાર્ડમાં કાકડી નો ભાવ ૨૦ રૂપિયા આપે તો કેમ જીવી શકીએ તેમ જણાવી રહ્યા છે.