સામાન્ય રીતે ઘરેણાં આપણે વધુ પેરવાના નથી હોતા પણ લગ્ન પ્રસંગ આવે ત્યારે આપણે ઘરેણાં પેરવા કાઢતા હોય છીયે પરંતુ તે પડ્યા રેતા હોવાથી તે મેલા થઈ જાય છે તેથી જૂના લાગે છે પરંતુ ઘરેણાં સાફ કરાવવા જ્વેલર્સ પાસે જવાનો ટાઈમ રેતો નથી તો તમે ઘરેણાને ઘરે જાતે જ સાફ કરી શકો છો.

તો આજે આપણે જાણીશું એવી ટિપ્સ જેથી લાંબો સમય સુધી ચમકતા રહેશે તમારા ઘરેણાં.

કઈ રીતે સાફ રાખશો?

ઘરેણાં સાફ કરવા માટે ચોખ્ખા અને મુલાયમ કપડાનો જ ઉપયોગ કરો. ઘરેણાં જ્યારે પણ સાફ કરો ત્યારે માઈલ્ડ સાબુ અથવા શેમ્પુનો જ ઉપયોગ કરો અને ખાસ ધ્યાન રાખવું કે તે સાફ થયા બાદ તેમાં સાબુ કે શેમ્પુ રહી ન જાય.

કઈ જગ્યા રાખવા બેસ્ટ?

ઘરેણાં યુઝ નથી કરતા તો તેને આવી જગ્યાએ મુકો જ્યાં ભેજ ન હોય. ભેજને કારણે ઘરેણાંની ચમક ફીકી પડી શકે છે.

બધા ઘરેણાં એક સાથે ન રાખો દરેક ઘરેણાંને અલગ બોક્સમાં મુકો.

ગોલ્ડ, સિલ્વર અને ડાયમન્ડને પણ અલગ-અલગ રાખો.

કઈ વસ્તુથી દૂર રાખો?

તમારા ઘરેણાંને કેમિકલ્સ, આલ્કોહોલ અને પર્ફ્યુમથી દૂર રાખો. ઘરેણાં પહેર્યા હોય તો સ્વીમિંગ પૂલમાં જવાનું ટાળો.

બેકિંગ સોડા કઈ રીતે ઉપયોગી?

બેંકિંગ સોડા ઘરેણાં સાફ રાખવામાં ઘણી ઉપયોગી થાય છે. સિલ્વર જ્વેલરી સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.