તમારી તંદુરસ્તી તમારા ‘હાથ’માં….
1844માં ઈગ્નાઝ ફિલિપ નામના ડોકટરે સુવાવડી સ્ત્રીઓમાં તાવના એપેડેમિકને કંટ્રોલ કર્યો હતો: કોરોનાકાળમાં પણ તેની જનજાગૃતિ વધુ પ્રસરી હતી: હેન્ડવોશ જેવી સામાન્ય ટેકનિકથી પ્રિવન્ટિવ મેડિસીનના પિતામહ ડોકટર વિશ્વમાં ‘માતાઓનાં તારણહાર’તરીકે જાણીતા થયા હતા
શરીરની સફાઈમાં હાથની સફાઈનું વિશેષ મહત્વ કારણ કે તેના વડે આપણે ખોરાક લઈએ છીએ: હાથ-પગ-આંખ-કાન-નાક અને મોઢાની કાળજી સફાઈ આપણને વિવિધ રોગોથી દૂર રાખે છે
શરીર વિમાન દરેક માનવીએ જાણવું જરૂરી છે. તેની સાફ-સફાઈ સાથેની કાળજી આપણને ઘણા રોગોથી અળગા રાખે છે. શરીરના મહત્વના અંગોમાં જેબહાર દેખાય છે,તે હાથ-પગ-આંખ,-કાન-નાક વિગેરેની થોડી ચિવટ આપણને સ્વસ્થ તંદુરસ્તી આપે છે. સવારે ઉઠીને નિત્ય સ્નાન સાથે શરીરની સફાઈ મહત્વની છે.
હેન્ડવોશમાં જો બરોબર કાળજી લેવાય તો આપણે રોગ મૂકત રહીએ છીએ હાથની સફાઈની પણ ચોકકસ રીતે હોય છે, પણ મોટાભાગના વ્યવસ્થિત હેન્ડવોશ કરતા નથી જમતા પહેલાતો ખાસ હાથને સાફ કરીને જ ભોજન ગ્રહણ કરવું હિતાવહ છે. આપણ હાથની આંગળીઓ, તેના નખ વિગેરેની કાળજીનો સિધોસંબંધ તંદુરસ્તી સાથે છે. વોશ રૂમ ગયા બાદ હેન્ડવોશની ચિવટ ધણી બિમારીથી આપણને અળગા રાખે છે. દર વર્ષે 15મી ઓકટોબરે હેન્ડવોશ ડે વિશ્ર્વભરમાં ઉજવાય છે.
તમારા હાથ ધોવા એ માત્ર તમારા સ્વસ્થ્ય માટે જ નહીં, પણ તમારા સમુદાય ના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તેની સફાઈથી ચેપી રોગના સંક્રમણને ઘટાડી શકાય છે.
ઓછામાંઓછા 20 સેક્ધડ માટે તમારા હાથ અનેકાંડાની સફાઈકરવી જરૂરી છે. તમારા હાથ-આંગળીઓ કાંડાની બધી સપાટીઓ અને વિસ્તારને સંપૂર્ણ સાફ કરવી જરૂરી છે. તેના વૈશ્ર્વિક સ્તરે 7 સ્ટેપ આપ્યા છે, તે પ્રમાણે જ હાથ ધોવા જોઈએ સારો સાબુ પણ તમારા હાથને જંતુનાશક કરવા માટે સક્ષમ છે.
ડોકટર ઈગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ યુરોપનો તબીબ હતો 1818માં જન્મેલ અને 1865માં વિયેનાનાન પાગલખાનામાં મૃત્યુ થયું આ તબીબે 1844માં જયારે ડોકટર બન્યો ત્યારે આખા યુરોપમાં સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપેડેમિક હતો. સાલ 1865માં માત્ર 21 વર્ષની મેડીકલ પ્રેકટીસ બાદ પાગલખાનામાં દમ તોડયો હતો તે વિશ્ર્વમાં માતાઓનાં તારણહાર તરીકે સુવિખ્યાત થઈ ગયો હતો.
સગર્ભા સ્ત્રીઓમાં તાવનો ચેપ પ્રસરવાનું કારણ શોધનાર સઅને દુનિયાનો પ્રથમ ડોકટર કે જેણે હાથ ધોવા ચેપ ફષલાતો અટકે છે. એવું સાબિત કરી બતાવ્યું હતુ. વિધીની વક્રતા જોવો કેજે રોગની પોતે બીજાની સારવાર કરતો તેજ રોગથીતેમનું મૃત્યુ થયું હતુ. છેલ્લે માનસીક તબીયત લથડતા તેને પાગલ ખાનામાં ભરતી કરાયો ત્યાંથી એક બે વાર ભાગવાના પ્રયાસમાં કર્મચારીએ માર પણ માર્યો હતો. 1844માં ઈગ્નાઝ ડોકટર બનીને વિયેનાની હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં આસિ. ડોકટર તરીકે જોડાયો હતો. આ ગાળામાં હાલના કોરોનાની જેમ સગર્ભ મહિલા-સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપિડેમિક હતો.
બાળકના જન્મ પછી 20-25 ટકા સ્ત્રીઓ તાવને લીધે મૃત્યુ પામતી હતી. આસમયે બધા ડોકટર પણ જાણે કે બાળકના જન્મ પછીની આ અનિવાર્ય હકિકત ગણતાને આ સ્વીકારી લેતા એ જમાનામાં કુટુંબનિયોજન તો હતુ જ નહીં એટલે સ્ત્રીઓ ગર્ભવતી થાય ત્યારથી જ ફફડતી ક મોત આવ્યું જ સમજો યુવા ડોકટર ઈગ્નાઝફિલિયે સાનો સ્ટેટિસ્ટિકલ અભ્યાસ -સંશોધન કરી મૂળ શોધ્યુ તેને સંશોધનમાં જાણવા મળેલ કે બે વોર્ડ દર્દીની સંખ્યાસરખી વેન્ટિલેશન પણ બરાબર છતા પહેલા વોર્ડ કરતા બીજા વોર્ડમાં મૃત્યુ દર ત્રણ ગણો વધારે હતો.
પહેલા વોર્ડમાં દર્દી પાસે ઈન્ટની ડોકટર મરણ પામેલી સ્ત્રીની ઓટોપ્સી માટે જતા જેથી મોતનું સાચુ કારણ જાણી શકાય જયારે બીજો વોર્ડ ફકત દાયણો જ સંભાળતી હતી. ડો.ઈગ્નાઝે અવલોકન કર્યુંકે મરેલ સ્ત્રીની ઓટોપ્સી કર્યા બાદ ડોકટર હાથ ધોયા વગર બાજુના વોર્ડ બીજા સ્ત્રીને દર્દીને તપાસતા જેને કારણે ચેપ લાગતો હતો. આજે આપણને ખબર છે કે ફકત ્રએન્ટિસેપ્ટિક રીતે હાથ ધોવાથી જ કેટલાક બેકટેરીયા નાશ પામે છે. અને સર્જનો સ્કુલીંગ કર્યા વગર ઓપરેશન કરતા નથી પણ 1800ની સાલમાં આવું નહતુ. ડો.ઈગ્નાઝે દરેક ડોકટરને મંદ કલોરીન વોટરથી હાથ સાફ કરીને વોર્ડમાં જવાનું કહેતા તરત જ વોર્ડમાં મૃત્યુદર 18.27 ટકામાંથી ઘટીને 1.27 ટકા થઈ ગયો હતો. માર્ચથી ઓગષ્ટ 1848માં એક પણ સ્ત્રીનું મૃત્યુ સુવાવડ પછીના તાવને લીધે ન થયું યુવાન ડોકટર સમજમા પણ સીનીયર ડોકટરે ડો. ઈગ્નાઝની વાત નો વિરોધ કર્યો હતો. વિજ્ઞાનમાં પણ પ્રચલીત સિધ્ધાંતથી જુદી વાત સ્વીકારવી મુશ્કેલ હોય છે.
આજ સુધી સ્પર્શથી ચેપ ફેલાય તેની વાત કોઈએ કરી નહતી. એટલે વડિલ ડોકટરે ડો. ઈગ્નાઝની મશ્કરી કરી હતી અને અંતે 1849મા તેને હોસ્પિટલમાંથી છૂટો કરી દીધો ત્યાંથી તે બુડાપેસ્ટની હોસ્પિટલમાં જોડાયો ત્યાં પણ સુવાવડી સ્ત્રીઓમાં તાવના ખૂબજ વાયરા હતા. તેણે સ્ત્રી વોર્ડમાં ફરજ બજાવીને સ્ત્રી મૃત્યુદર 0.85 ટકા કરી દીધો હતો. તેણે મેડિકલ સોસાયટીમાં રીસર્ચ પેપર રજૂ કર્યું તે 1855માં હોસ્પિટલનાં સ્ત્રીરોગ વિભાગનો હેડબની ગયો.તેમનું માત્ર 47 વર્ષની વયે અવસાન થયું હતુ.તેણે તેના સંશોધનની કોપી બધે મોકલી પણ બધેથી તેને નકારીને હેન્ડવોશ ના તૂતને બંધ કરવા જણાવ્યું બાદમાં તે માનસીક ભાગી ગયો ને બાય પોલર ડીઝીઝ થતા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયો. જુના ઓપરેશનના ઝખમમાં ચેપ લાગ્યો અનેસાવ અજ્ઞાત દશામાં એજે આકી જિંદગી રોગ સાથે લડયો હતો. તેનીસામે જ હારી ગયો એના મૃત્યુ બાદ સમગ્ર વિશ્ર્વનાં મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકોએએની થિયરી સ્વીકારી હતી. એને માતાઓનાં તારણ હાર તરીકે બીરદાવવામાં આવ્યો હતો.
2018માં હંગેરીમાં એમના નામની યુનિવર્સિટીની સ્થાપના કરાયઅને દ્વિશતાબ્દીએ એક ટપાલ ટીકીટ બહાર પાડી, જેમાં ગર્ભવતીમાતા અને હાથ ધોવાની ક્રિયાબતાવી છે. અત્યારે કોરોનાના પેનડેમિક સમયે પ્રીવેન્ટિવ મેડિસીનના પિતામહ એવા હિરોને સૌ શ્રધ્ધાંજલી પર્ણ કરીએ.
સુવાવડી સ્ત્રીઓમાં તાવના ચેપનું કારણ શોધનાર વિશ્વનો પ્રથમ ડોકટર
વિયેનાની હોસ્પિટલમાં બાળકના જન્મબાદ 20થી 25 ટકા સ્ત્રીઓ તાવને કારણે મૃત્યુ પામતી હતી. આ તાવના ચેપનું કારણ શોધનાર વિશ્ર્વનો તે પ્રથમ ડોકટર હતો. જેમણ માત્ર હેન્ડવોશ કરવાથી ચેપ અટકે છે તેવું સાબિત કર્યું હતુ. આખા યુરોપમાં એ જમાનામાં આ તાવનો રોગચાળો હતો એ જમાનામાં સ્ત્રીઓ ગર્ભવતી થાય ત્યારથી જ ફફડતી કે મોત આવ્યું જ સમજો. એ જમાનામાં મૃત્યુ પામેલ સ્ત્રીઓની એટોપ્સી કરીને આ કારણ જાણવા મળ્યું હતુ. આજે આપણને ખબર છે કે ફકત એન્ટિસેપ્ટિક રીતે હાથ ધોવાથી ઘણા બેકટેરીયા મટી જાય છે. પણ એ જમાનામાં એવું નહતુ. માત્ર હેન્ડવોશ અમલથી મૃત્યુ દર 18.27માંથી ઘટીને 1.27 ટકા થઈ ગયો હતો. 1848માં તો એક પણ સ્ત્રીનું મૃત્યુ ના થયુેં. યુવાન ડોકટરે વાત સ્વીકારી પણ સિનિયર ડોકટરે વિરોધ કર્યો હતો.