સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાએ કહેર મચાવ્યો છે, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નિષ્ણાંતોના મત મુજબ કોરોનાથી ભયભીત થવાની બિલકુલ જરૂરિયાત નથી. ફક્ત અમુક ગોળીઓ લઈને જ કોરોના સામે સુરક્ષિત થઈ શકાય છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
દામીયન ગાર્ડે નામના નિષ્ણાતે કહ્યું છે કે, આપણી ચિકિત્સા પદ્ધતિમાં અગાઉથી શોધાયેલી અમુક ગોળીઓ આપણને કોરોના સામે સંપૂર્ણ સુરક્ષિત બનાવી શકે છે. દામીયનના મત મુજબ અગાઉ ફ્લૂ સામે લડવા માટે બનાવાયેલી મોલનુંપીરાવીર નામની ગોળી કોઈપણ ફ્લૂ સામે લડવા કારગત નીવડે છે.
બોસ્ટન બેઝડ બેટીયા ફાર્માસ્યુટિકલ દ્વારા આ ગોળી હિપેટાઇટિસ-સી વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવી હતી, જે વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. આ ગોળી કોરોના સામે લડવા માટે પણ કારગત નીવડી શકે છે. તેની સાથો સાથ ઓરલ રેમડેસીવીર પણ કોરોના સામે લડવામાં ખૂબ કારગત રહી શકે છે.
નોવારટીસ નામની ગોળી પણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને મહાત આપી શકવા સક્ષમ છે. ત્યારે આ પ્રકારની ગોળીઓ લેવાથી કોરોના સામે સંપૂર્ણ સુરક્ષિત થઈ શકાય તેવું નિષ્ણાતોનું માનવું છે.