ભારતમાં સ્થિત રાજસ્થાન આમ તો તેની સંસ્કૃતિ અને ત્યાં આવેલા ઐતીહાસિક કિલ્લાઓના કારણે પુર દુનિયામાં પ્રસિધ્ધ છે. પરંતુ આજે અમે તમને રાજસ્થાનના અલવર જીલ્લામાં સ્થીત એક એવી રહસ્યમય કિલ્લા વિશે વાતુ કરશુ અલવર જીલ્લામાં આવેલો ભાનગઢનો કિલ્લા વિશે વાતુ કરશુ અલવર જીલ્લામાં આવેલો ભાનગઢનો કિલ્લો જે એક શ્રાપના કારણે પુરી રીતે બર્બાદ થઇ ગયો અને આજે પણ આ કિલ્લામાં ભુતોનો વાસ છે.
રાજસ્થાનના અલવર જીલ્લામાં સ્થીત આ શાનદાર કિલ્લાને ભાનગઢના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ચાર તરફ પહાડો અને બહેતરીન શીલ્પ કલાનો એક અદ્ભુત નમુનો છે. કિલ્લાનું નિર્માણ ૧૧મી સદીમાં માનસિંહના નાનાભાઇ રાજા માધોસિંહએ કરાવ્યું હતું. આ કિલ્લામાં સોમેશ્ર્વર મહાદેવ. હનુમાન, કૃષ્ણ કેશવ, મંગલા દેવી સમેત ઘણા મંદિર સ્થિત છે. આ કિલ્લાની એક ખાસ વાતએ છે કે આ કિલ્લાની અંદર કોઇપણ ઇમારતમાં ઉપર છત નથી પરંતુ આજે પણ આ બધા મંદિરો છે.
એક સમયે રાજાશાહી અને શાનો શોકતથી ભરેલો આ કિલ્લો આજે વીરાન હાલતમાં પડેલો છે. આ કિલ્લામાં ભુતોએ એવો વાસ કર્યો છે. કે અહીં આવેલા કોઇપણ લોકો જીવતા રહેતા નથી. એટલુ જ નહી તે લોકોને બીજીવાર જન્મ લેવાનો મોકો પણ મળતો નથી.
કહેવામાં આવે છે કે જે સ્થળ પર આ મહેલ બનાવામાં આવ્યો છે તેની બાજુમાં જ ગુરુ બાલુનાથ રહેતા હતા. તેમણે પડછાયો તેમના ધ્યાન કરવાની જગ્યા પર ન પડવી જોઇએ નહી તો પુરુ શહેર બર્બાદ થઇ જશે.
ગુરુ બાલુનાથની આ ચેતાવણીને એ સમયે કોઇ એ પણ ધ્યાન આપ્યુ નથી. કહેવામાં આવે છે આ શ્રાપના કારણે જ આ કિલ્લો રાતો-રાત વીરાણ થઇ ગયો. આ કિલ્લા વિશે બીજી પ્રચલીત માન્યતાએ પણ છે કે આ નગરમાં સીંધીયા નામના તંત્ર-મંત્ર કરવા વાળા તાંત્રીક રહેતા હતા. જેમણે પોતાની મૃત્યુ પહેલાજ આ કિલ્લાને શ્રાપ આપ્યો હતો કહેવામાં આવે છે કે આ તાંત્રીક ભાનગઢની રાજકુમારી રત્નાવતીને પસંદ કરતા હતા અને રાજકુમારીને પોતાના વશમાં કરવા માટે એક સુગંધીત ઇતરની બોટલ પર જાદુ-ટોના કર્યુ હતું. પરંતુ રાજકુમારીને આ વાતની ખબર પડવાથી તેમણે બોટલ એક પથ્થર પર ફેંકી દીધી હતી. અને એજ પથ્થરથી આ તાંત્રીકને કુચડવામાં આવ્યો હતો.
આ તાંત્રીકના મૃત્યુ બાદ ભાનગઢ પર અજબગઢને આક્રમણ કર્યુ અને યુધ્ધ દરમ્યાન કિલ્લાના દરેક વ્યક્તિ મોતને ઘાટ ઉતરવ્યા હતા. કહેવામાં આવે છે એ તાંત્રીકે પોતાની મૃત્યુ પહેલાએ શ્રાપ આપ્પો હતો કે કિલ્લાની બર્બાદીની સાથે અહીં રહેનારા કોઇ પણ વ્યક્તિનો બીજીવાર જન્મ નહી થાય.
માનવામાં આવે છે કે આ કિલ્લામાં થયેલા કલ્તેઆમ બાદથી જ દરરોજ મોતની દર્દનાક ચીસો ગુંજતી રહે છે. આ કિલ્લામાં હમેંશા તલવારોના ટકરાવાની અને લોકોની ચીસો સંભણાતી રહે છે .આ ઉપરાંત આ કિલ્લાની અંદર મહિલાઓની હોવાની અને બંગડીનો અવાજ પણ આવતો રહે છે. એવુ કહેવામાં આવે છે. આ કિલ્લામાં સુર્યાસ્ત પછી જે પણ જાય છે તે પાછુ આવતું નથી ઘણીવાર અહિ રહેલી આત્માએ અહીં આવતા લોકોને હેરાન કર્યા છે. અને ઘણાએ પોતાની જાન પણ ખોઇ છે.
એક વાર ભારતીય આ કિલ્લાની આસપાસ અર્ધસૈનિક બળોની એક ટુકડી લગાવી હતી જે આ કિલ્લાની તપાસ કરી શકે પરંતુ આ ટુકડી તેમાં અસફળ રહી પરંતુ આ ટુકડીના કેટલાક સૈનીકોએ અહીં આત્મા હોવાની વાતને સ્વીકારી છે.