રોગચાળો રોકવા સંકલિત અને સઘન પ્રયાસો જરૂરી
ફોટો સેશન પછી નકકર અને નિયમિત કામગીરી થતી નથી
ખંભાળિયામાં કોરોનાને રોકવા હાકલા પડકારા કરી ફોટો શેસન કરાયું છે. પછી નકકર કામગીરી કરવામાં આવતી ન હોવાથી રોગચાળો વકરી રહ્યો છે. ઉચ્ચ સતાધશો દ્વારા તમામ વિભાગો સાથે સંકલન કરી મુખ્યમાર્ગો સહિત ખાસ ઝુંબેશ હાથ ધરાવી જોઇએ તેવી લોકમાંગ પ્રવર્તે છે.માત્ર હાકલા પડકારાની જાતિ છોડી ચોકકસ પ્રકારની કામગીરી થાય એ માટે ચોકકસ પ્લાનીંગની જરૂરીયાત છે.
પ્રશાસન દ્વારા એક ઇફેકટીવ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે. આ ડ્રાઇવના કાફલામાં સફાઇ કામદારો સેનીટાઇઝરો પોલીસ આર.ટી.ઓ. તથા સંલગ્ન સ્ટાફ અને તાલુકા તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના મેનેજમેન્ટ હેઠળ આ ડ્રાઇવ વિવિધ માર્ગો પર આગે કૂચ કરે. રૂટ દરમિયાન ઠેર ઠેર રહેલા કચરાના ઢગલા પશુઓના છાણ બાંધકામની રસ્તા પર રહેલ વસ્તુઓ ફોલ્ટ વાળા પ્રદુષણ ઓકતા વાહાનો માસ્ક વગર ફરતા લોકો તથા સેનીટાઇઝ વગરના સંસ્થાનો તથા લાખ કોશિષ છતા બાજુ બાજૂમાં નિકટમાં બઠેલા લોકો સામે નિયમોનું કડક નિયમોનો ભંગ કરનારા સામે નિયમોનું કડક પાલન કરાવવા માંગ ઉઠી છે. નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવી જરૂરી છે. વિવિધ વિસ્તારમાં ડ્રાઇવને નિયમિત કરી લાપરવાહીથી રહેવા ટેવાયેલા બેદરકારોને જવાબદારોનું ભાન કરાવવી જરૂરી છે.ખંભાલિયા માટે ર્દુભાગ્યની વાતએ છે કે સ્થાનિક તમામ સ્તરના સંકલનકર્તાઓ માત્ર હાકલા પડકારાની જ જાતિ અખત્યાર કરી રહ્યા છે. અહિં ના મેઇન નગર ગેઇટ જોધપુર ગેઇટ, ત્રણ મેઇન બજાર રાજકીય આગેવાગેના નિવાસ સ્થાનો અધિકારીઓના સંકૂલો આગળ આવી કામગીરી કયારેક કરવામાં આવે છે. પરંતુ નિયમિત પણે કરવામાં આવતી નથી.માત્ર કહેવા પુરતી જ આ કામગીરીનુ ફોટો સેશન થઇ જાય એટલે કામગીરીને સોટકા માર્કેસ આપવામાં આવે છે. પરંતુ ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા આવી કામગીરીની તપાસ કરવામાં આવતી નથી.
તમામ સ્તરની બેદરકારીના કારણે સંક્રમણ પ્રસરતુ જાય છે. પદ્ધતિસરની કામગીરીના અભાવે ભયાવહ સ્થિતિ નિર્માણ થતી જાય છે. સાંસદ ધારા સભ્યો, જિલ્લા તાલુકાના સંકલન કર્તાઓએ કલાસવન તથા કલાસ યુ અધિકારી સાથે બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તે છે. હાલના સમયમાં આરોગ્ય વિભાગના વિવિધ પેટા એકમો દ્વારા જ ખરા અર્થમાં રાષ્ટ્રીય ફરજ બજાવવામા આવે છે. જયારે મોટાભાગના જવાબદારો દ્વારા નકકર આયોજન કરાતું નથી.