વિદ્યાર્થીઓ ટાટ માટે ર0 મે સુધીમાં નોંધણી કરાવી શકશે: ટાટની મુખ્ય પરીક્ષા 18મી જુને લેવાશે
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શિક્ષકની નોકરી મેળવવા માટે ટાટ આપવી ફરજીયાત રહેશે. માત્ર બી.એડ. ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ્ઞાનસેતુ અને રક્ષા શકિત શાળાઓ જેવી વિશેષ સ્કુલો માટે અરજી કરવાને પાત્ર રહેશે નહીં.
રાજય પરીક્ષા બોર્ડે ટાટ માટે નોંધણી શરુ કરી દીધી છે અને તેની છેલ્લી તારીખ ર0 મે 2023 છે ટાટ પ્રિલીમની પરીક્ષા 4 જુને જયારે મુખ્ય પરીક્ષા 18મી જુને લેવામાં આવશે.
રાજયની તમામ યુનિ. બી.એડમા બાયોમેટ્રીક હાજરી ફરજિયાત કરે: ડો. નિદત બારોટ
શિક્ષણાવિદ ડો. નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લે સાત-આઠ વર્ષથી વિઘાર્થીઓ ઘરે બેસીને બી.એડ કરે તેવો વિચાર પ્રબળ બન્યો છે. કોલેજો પણ આ બાબતે આંખ આડા કાન કરી રહી છે. વિઘાર્થીઓ વર્ગ ખંડમાં ગયા વગર જ ભણી રહ્યાં છે. શિક્ષક માટે વર્ગમાં તાલીમની જરુર પડે જ જો વિઘાર્થી તાલીમ લેવા માટે જશે જ નહી તો તેની અભિયોગ્યતાનો વિકાસ જ નહી થાય. જો વિઘાર્થી બી.એડ માં વર્ગખંડમાં ભણવા ગયો હશે તો ટાટ જેથી પરીક્ષામાં પાસ થઇ શકશે.
આ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓએ બાયોમેટ્રીક હાજરી ફરજીયાત કરવી જરુરી બની છે. અને જો કોઇ યુનિવર્સિટી કે કોલેજોમાં એકસ્ટનલ બી.એડ ચાલતું હોય તો તેવી કોલેજો સામે રાજય સરકાર કડક પગલા લે તે જરુરી બન્યું છે.