જો તમારી નિર્ણયશક્તિ નબળી હોય અથવા તમને પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ લાગતો હોય તો આ ખાસ ટિપ્સ તમને જરુરથી મદદરુપ થશે. મનોબળ તેમજ આત્મવિશ્ર્વાસને વધારવા માટે તમને સરળ યોગાસન ખૂબ જ લાભદાયી થશે.
– વૃક્ષાસન એકાગ્રતા તેમજ ધ્યાન વધારવા માટેનું આસન છે, તો કરવા માટે સૌથી પહેલા સીધા ઉભા રહેવુ, હવે બંને પગને થોડા દુર રાખીને બંને હાથોને હવામાં ઉઠાવવા ત્યારબાદ ડાબા પગને જમણાં પગ પરના સાથડ પર ટકાવી રાખવો તેમજ બંને હાથને હવામાં રાખી નમસ્કારની મુદ્રા બનાવવી.
– લાભ
૧ – આ આસનથી યાદશક્તિ તેમજ એકગ્રતા વધે છે તેથી મગજ શાંત થાય છે.
૨ – આ યોગનો અભ્યાસ કરવાથી શારીરીક તણાવ દુર થાય છે.
૩ – તેમજ પગને લમચીક તેમજ નરમ બનાવે છે.
૪ – ગોઠણમાં તણાવમાં પણ રાહત થાય છે.
આ આસન ખૂબ જ લાભદાયી છે. તેથી તમારો આત્મ વિશ્ર્વાસ આપોઆપ વધી જશે.