હવે આધાર સાથે મોબાઈલ નંબર લિન્ક કરવા માટે ક્યાય ભાગદોડ કરવાની જરૂર નથી. બસ એક નંબર ડાઈલ કરો અને આધાર લિન્ક કરો. જો તમે આધાર સાથે તમારો મોબાઇલ નંબર લિંક નથી કરાવ્યો તો આ સમાચાર તમારા માટે જ ખાસ છે. મોબાઇલ ધારકોને 31 માર્ચ 2018 સુધીમાં પોતાનો મોબાઇલ નંબર આધાર સાથે લિન્ક કરવા જણાવાયું છે. મોબાઇલ યુઝર્સે અહીં આપેલા નંબર દ્વારા ઘેર બેઠા પોતાનો નંબર આધારા સાથે લિંક કરાવી શકશે.
થોડા સમય પહેલા ટેલિકોમ કંપનીઓ પાસે મોબાઇલ નંબરને આધાર સાથે જોડવા જણાવાયું હતું. જેથી ગ્રાહક ઘરે બેઠા પોતાના મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરાવી શકે. જે બાદ કંપનીઓએ આ વ્યવસ્થા 1 જાન્યુઆરીથી શરૂ કરી દીધી છે. આ વ્યવસ્થા શરૂ થતા ગ્રાહકે હવે આધાર સાથે લિકં કરવા માટે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં.
આધાર ઓથોરિટી યૂઆઇડીએઆઇએ એક નંબર જાહેર કર્યો છે. ગ્રાહકે આ નંબર પર કોલ કરવાનો રહેશે તથા આધાર સાથે જોડાયેલી જાણકારી આપવાની રહેશે. જે બાદ ગ્રાહકનો નંબર આધાર સાથે લિંક થઇ જશે. તેના માટે આધાર ઓથોરિટીએ યુઝર્સને મેસેજ પણ આપવાની શરૂઆત કરી દીધી છે.
આ નંબર પર તમે કોલ કરી પોતાના આધારને મોબાઇલ નંબર સાથે લિંક કરી શકો છો. હકીકતમાં આ પ્રક્રિયા ઓટીપી આધારીત છે. જે 1 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવી છે. હવે કોઇપણ યુઝર્સ પોતાના મોબાઇલ નંબરને ટોલ ફ્રી નંબર 14546 ડાયલ કરી પોતાના આધારને મોબાઇલ નંબર સાથે લિંક કરાવી શકે છે. આ નંબરને ડાયલ કરતા પહેલા ગ્રાહકને એક નંબર પુછવામાં આવશે. અહીં તમારે પોતાનો આધાર નંબર નોંધવાનો રહેશે.
આધાર નંબર નોંધ્યા બાદ આધાર સાથે રજિસ્ટર મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. તમારે આ ઓટીપી મળ્યા બાદ તેને એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિકં થઇ જશે.
અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોબાઇલ ગ્રાહકે પોતાની સાચી માહિતી આપવી. મોબાઇલ યુઝર્સ જ્યારે આધાર સાથે જોડાયેલી પોતાની માહિતી નોંધાવે છે જે બાદ તેને યૂઆઇડીએઆઇની સિસ્ટમ તેને વેરીફાઇ કરે છે.
અંતે જાણકારી યોગ્ય હોય તો તમારો નંબર આધાર સાથે લિંક થઇ જશે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકે ઓછામાં ઓછો એક મોબાઇલ નંબર આધાર સાથે રજિસ્ટર કરવો જરૂરી રહેશે. જો તેમ નહી થાય તો ગ્રાહકને આ સુવિધાનો લાભ મળી શકશે નહીં.
આ ઉપરાંત 70 વર્ષથી વધારેની ઉંમર ધરાવતા લોકો, બિનભારતીય અને દિવ્યાંગોનો મોબાઇલ નંબરને મોબાઇલ કંપનીઓ તેમના ઘરે જઇને લિંક કરશે. સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે આવા ગ્રાહકોનો મોબાઇલ નંબર તેમના ઘરે જઇને લિંક કરાવવાનો રહેશે. હાલ આ આઇએવીઆર નંબર માત્ર એરટેલ, આઇડીયા અને વોડાફોન માટે કામ કરી રહ્યું છે. જિયો, બીએસએનએલ, અને એમટીએનએલના ગ્રાહકોએ તેના માટે રાહ જોવી પડશે.