સુકા મરચાં સિવાય તમામ જણસીની આવક શરૂ: કાલથી રાબેતા મુજબ યાર્ડ ધમધમશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં માર્ચ એન્ગિની રજાઓ પુર્ણ થઇ છે. ઘણા યાર્ડ આજથી તો રાજકોટ યાર્ડ આવતીકાલથી રાબેતા મુજબ શરુ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજકોટ યાર્ડ ખુલતાં પૂર્વે જ યાર્ડ બહાર જણસી ભરેલા વાહનો સાથે આજ સવારથી જ ખેડૂતો ઉમટી પડયાં છે.
રાજકોટ માકેૈટીંગ યાર્ડ બહાર સુકા મરચા સિવાય વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી છે. આશરે 3 થી 4 કિલોમીટરની લાંબી લાઇન જોવા મળી રહી છે. ત્યારે આજ બપોરે ર વાગ્યાથી યાર્ડમાં ઘંઉ, જીરૂ, ચણા:, ધાણા સહિતના પાકોની આવક શરુ કરી દેવાઇ છે. હજુ ખેડુતોના ઘરો જણસીની ભરેલા હોય ખેડુતો પોતાનો માલ વેચવા તત્પર બન્યાં છે. ત્યારે રાજકોટ માકેટીંગ યાર્ડમાં રાજકોટ આસપાસ ગ્રામ્ય વિસ્તારના ખેડુતો પોતાની જણસી વેચાણ અર્થે લાવી રહ્યાં છે. માર્ચ એન્ડીંગની રજા આજે પૂર્ણ થતા 10 દિવસ બાદ ફરી આવતીકાલથી યાર્ડમાં હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરુ થશે.
આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો ફરીથી ધમધમશે અને વિવિધ જણસીઓથી યાર્ડ ઉભરાશે અત્યારે ખાસ કરીને ઘઉં, ચણા, જીરૂ, ધાણા વગેરેની પુષ્કળ આવક થઇ રહી છે. માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થયા બાદ આવતીકાલથી વેપારીઓ, કમિશન એજન્ટો, પોતપોતાનું ખરીદ-વેચાણનું, હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરશે. યાર્ડ શરૂ થયા પૂર્વે જ યાર્ડ બહાર અંદાજે પ00થી વધુ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. જે જોતા જ માર્કેટીંગ યાર્ડ વિવિધ જણસીથી છલોછલ થશે.