સત્રની શરૂઆત પહેલા કરાયેલા ટેસ્ટમાં ૩૦ જેટલા સાંસદો અને ૫૦ જેટલા સાંસદોના કર્મચારીઓ પોઝિટિવ; તમામને સત્રમાં ન આવવા જણાવાયું
દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર ગઈ કાલે શરૂ થયું છે. જેના પગલે રાજધાની ખાતે રાજકીય ચહલ પહલ જોવા મળી રહી હતી. સત્રની શરૂઆત પૂર્વેજ તમામ સાંસદોને કોરોના રિપોર્ટ કારવામાં આવ્યા હતા. જેમાં ૩૦ જેટલા સાંસદો કોરોના પોઝિટિવ આવ્યા હતા. દેશના ૩૦ સાંસદોના કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. આ સાંસદોમાં બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના બીજેપી સાંસદ અનંત કુમાર હેગડે સામેલ સહિતના સંસદોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેમજ ૫૦ જેટલા સંસદના કર્મચારીઓનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે. તેમજ પોઝીટીવ આવેલા સાંસદોને સંસદમાં ન આવવાની પણ સુચના આપવામાં આવી છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજે સંસદનું મોનસુન સત્ર શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણના કારણે સંસદમાં ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં માત્ર તે જ સાંસદ ભાગ લઈ શકે છે, જેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નિગેટિવ આવ્યો હોય. દિલ્હીમાં સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા જઈ રહેલા તમામ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.આ દરમિયાન બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા અને અનંત કુમાર હેગડેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે આ સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યાં નથી. તેમજ સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું હતુ કે તેમનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ આવી રહ્યો તો ક્યાંક પોઝિટિવ. આવા સંજોગોમાં તે ક્યાં રિપોર્ટને સાચો માને અને સાંસદમાં આવવું કે કેમ તે પણ અસમનજસ થઈ રહ્યો છે.
જોકે આ સત્રમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખી ઘણા ફેર ફારો કરવામાં આવ્યા છે. આ વખતના સત્રમાં સંપૂર્ણ સત્રમાં એકપણ રજા રાખવામાં આવી નથી. તેમજ શનિવાર અને રવિવારે પણ સત્ર શરૂ રહેશે. તેમજ બે પાળીમાં સત્ર ચાલશે જેમાં રાજ્ય સભાનું સત્ર સવારે અને લોક સભાનું સત્ર બપોરે ચાલશે. તેમજ બેઠક વ્યવસ્થામાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.