મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજિત કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનો બીજો દિવસ
અબતક, ઋષી મહેતા, મોરબી
કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજિત પૂજ્ય રમેશભાઈ(ભાઈશ્રી)ના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાના આજના બીજા દિવસમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા કૃષ્ણત્વ, સાત્વિક અને તાત્વિક ચર્ચા કરી સત્સંગનો મહિમા સમજાવતા કહ્યું કે સત્સંગએ કોઈ પુરુષાર્થનું ફળ નથી પરંતુ તે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થયેલ પ્રસાદ છે, ત્યારબાદ કથાના મહિમાની ચર્ચા કરતા પૂજ્ય ભાઈશ્રીએ કથાને ગંગાજળ સાથે સરખાવતાં કહ્યું કે ગંગાનું જળ જેમ નિરંતર પ્રવાહિત થાય છે તેમ કથાનું પણ નિરંતર શ્રવણ કરતા રહો
કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજીત રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે પણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળી હતી.
કથામાં આગળ ગોકર્ણ મહારાજનું આખ્યાન કહેછે કે કેવીરીતે કોઈ પણ વ્યક્તિ મન, વાણી, વચનથી કે ગમે તેટલો પાપી મનુષ્ય ભગવતયજ્ઞ શ્રવણ માત્રથી મોક્ષની પ્રાપ્તિ કરે છે તેની વિગતવાર ચર્ચા કરી કથાનો ટૂંકમાં પરિચય કરાવ્યો
આજના કથાના બીજા દિવસના મધ્યભાગમાં રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અત્યારે અમુક સંતોના નિવેદનો આવી રહ્યા છે. તેનાથી હું નહીં પણ મારા વ્યાસપીઠના જન્મદાતા વ્યાસ ભગવાન દુ:ખી થાય છે. કેવલ એક બ્રાહ્મણના દીકરા તરીકે નહિ પરંતુ એક હિન્દુ આધ્યાત્મ પરંપરાના પ્રતિનિધિ તરીકે, સનાતન ધર્મના એક અણુ તરીકે મને ખૂબ દુ:ખ થાય છે કે અમુક સંતો પોતાના વક્તવ્યમાં કપોડ કલ્પિત વાર્તાઓ ઉભી કરીને, ભગવાન શિવને પોતાના સેવકોના ચરણને વંદન કરાવે છે. આ ખૂબ મોટી હિંસા છે. કે જે તમે કરી રહ્યા છો. એમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ તમારા તરફથી આવતા આવા નિવેદનો અમને વ્યગ્ર કરી દે છે.
આ બધું બંધ થવું જોઈએ. અને મારા ધ્યાન પર છે કે, આવા વર્ણનો સાથેના ગ્રંથો પણ રચાયા છે. તો સત્વરે ગ્રંથોને પણ હટાવવા જોઈએ. અને અત્યારે ઉપસ્થિત સ્વામી નારાયણના સંતોને હું અત્યંત વિનમ્ર ભાવે કહીશ કે, તમારા જેવા સારા સંતોએ, આવા કોઈ સંત મહાત્મા, જ્યારે આવા નિવેદન કરી રહ્યા હોય, ત્યારે તમે એમને અટકાવો. એ તમારી પહેલી ફરજ બને છે. અને જો આવા ગ્રંથોના વર્ણનો હશે, તો તેનાથી આધ્યાત્મની ખૂબ મોટી હાનિ થશે. સનાતન ધર્મની ખૂબ મોટી હાનિ થશે. એક પ્રકારની હિંસા થશે. અને તમારા સંપ્રદાયને પણ ખૂબ મોટી હાનિ થશે. માટે આવા બાધક વર્ણનો વારા પુસ્તકો ફાડી નાખવા જોઈએ અને બાળી નાખવા જોઈએ, જેવી સખત શબ્દોમાં એક પ્રકારે ઝાટકણી કાઢી હતી
ત્યારબાદ કથામાં આત્મહત્યાના વધતા જતા કિસ્સા બાબતે પુજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે 10સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે છે તેના માટે તેમને કહ્યું હતું કે માનવ શરીર પરમાત્માની કૃપાથી તમને પ્રાપ્ત થયું છે તેને તમારા દ્વારા હત્યા કરવાનો અધિકાર નથી તેમજ કોઈ પૂછે કે આત્મહત્યા કરવાનો ઉત્તમ દિવસ કહો તો હું કહીશ આવતીકાલે અને જે કાર્ય આવતીકાલ ઉપર છોડો તે કાર્ય હંમેશ માટે પૂરું નથી થતું અને આત્મહત્યાના વિચારો વિસરાઈ જાય છે કથાના બીજા દિવસના વિરામ પહેલા કોરોના-કાળ દરમિયાન જેમને કાર્ય કર્યું તેવા લોકોનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં સિમ્પોલો ગ્રુપના ઠાકરશીબાપા કે જેમને કોરોનામાં 3000 પલંગની ઓક્સિજન સાથે વ્યવસ્થા તેમજ નિ:શુલ્ક સેવા આપી તેમજ પાટીદાર કોરોના કેર સેન્ટરના ગંગારામબાપા, પરશુરામ ચેરીટેબલ ટ્રસ્ટના ભુપતભાઇ,ચિંતનભાઈ, નીરજભાઈ તેમજ અનિલભાઈ, કડવા પાટીદાર ક્ધયા કેળવણીના બેચરભાઈ હોથી અને એ.કે.પટેલ, યદુનંદન ગૌ સેવાના બિપીનભાઈ અને જયુભા, જયઅંબે કોવીડ કેરના જીગ્નેશભાઈ કૈલા, આદર્શ નિવાસી શાળાના દિલીપભાઈ બરાસરા અને શષંગભાઈ, પટેલ ઓક્સિજનના ટી.ડી.પટેલનું સન્માન કરવામાં આવેલ હતું