વર્ષોથી દુધ પીવાની પરંપરા જુની અને પ્રચલિત છે નુસ્ખાઓમાં પણ હંમેશા દુધ પીવાને પ્રાધાન્યતા આપવામાં આવે છે કારણ કે દુધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે પરંતુ ઘણા બાળકોને દુધ ભાવતુ હોતુ નથી પરંતુ દુધમાં અમુક વસ્તુ ભેળવી તેને હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો. માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણ પણ વધારી શકો છો. ફક્ત તમારે થોડી સ્માર્ટ ટિપ્સની જરુર છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટેના આ ઉ૫ાયો ખૂબ જ અસરકારક છે. જે શરીરમાં હુફ રાખવાની સાથે ત્વચાનો પણ ખ્યાલ રાખે છે. દુધમાં રહેલા પોષણ તત્વો સારી ઉંઘ માટે પણ ઉપયોગી છે.
– દુધ અને બદામ :
દુધ અને બદામનું મિક્ષણ બેસ્ટ સોલ્યુશન છે. દુધ આરામદાયક ઉંઘ અપાવે છે તો બદામ યાદશક્તિ, ત્વચાની સુંદરતા અને રોગપ્રતિકારક શક્તિ માટે બેસ્ટ સોલ્યુશન છે.
– દુધ અને મધ :
તમારા બાળકને દુધમાં મધ મેળવીને આપવાથી ફક્ત રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ શારિરીક ક્ષમતા પણ વધે છે.
– દુધ અને ખજુર :
દુધમાં ખજુર મિક્ષ કરી લેવાથી સારી ઉર્જા મળે છે તેમજ આર્યન, મેગ્નેશિયમ, ફોસ્ફોકરસ રહેલું હોય છે. માટે તેમનું કોમ્બીનેશન બેસ્ટ ઉપાય છે.
– દુધ અને હળદર :
આપણે સૌ કોઇને ખ્યાલ છે કે દુધ અને હળદર ખૂબ જ ફાયદાકારક છે. તેમજ આ એક આડઅસર વગરનું પેઇન કિલર પણ છે.