- ગ્રેડ સી માં મળ્યું સ્થાન : પ્રતિ વર્ષ 1-1 કરોડ રૂપિયા મળશે
ભારતના નવા બેટિંગ સ્ટાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. બંને ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. સરફરાઝ અને જુરેલને 1 કરોડ રૂપિયાની વાર્ષિક રિટેનરશિપ ફી માટે ગ્રુપ સીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ બંનેએ વર્તમાન સિઝનમાં ત્રણ ટેસ્ટ રમવાના માપદંડ પૂરા કર્યા છે.
સોમવારે યોજાયેલી બીસીસીઆઇ એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન આ બંનેના નામોને મંજૂરી આપવામાં આવી હતી. બીસીસીઆઇએ 28 ફેબ્રુઆરીએ વર્ષ 2023-24 માટે ખેલાડીઓના કરારની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 30 ખેલાડીઓના નામ સામેલ હતા, પરંતુ હવે આ યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કરારની યાદીમાં હવે 30ને બદલે 32 ખેલાડીઓ છે. સરફરાઝ અને જુરેલનું નામ પણ જોડવામાં આવ્યું છે.
ગ્રેડ એ+
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ એ
આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.
ગ્રેડ બી
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.
ગ્રેડ સી
રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરલ