સેલિબ્રેટીમાં આત્મહત્યાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગુરુ અને શુક્ર એટલા નજીક આવી ગયા છે કે શુક્ર મહારાજ પોતાનો રીયલ મિજાજ બતાવી શકતા નથી અને ગુરુ નજીક આવીને તેની અસરમાં પરિણામ આપે છે જેના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી થોડી નિરાશ થતી જોવા મળે છે.
જો કે ગુરુ અને શુક્રની યુતિ બહુ ઇચ્છનીય નથી પણ એક વાત એ છે કે ગુરુ શુક્ર સાથે મળે ત્યારે કલા માં એક ઊંડાણ આવતું જોવા મળે છે. કલામાં નવા આયામ ઉમેરાતા જોવા મળે છે અને આ સમયમાં કલાકારોની શ્રેષ્ઠ કૃતિઓ સામે આવતી જોવા મળે છે એ ચિત્ર હોઈ શકે, સંગીત હોઈ શકે, અભિનય હોઈ શકે, નૃત્ય હોઈ શકે કે કોઈ પણ કલા હોઈ શકે.
ગુરુ, શુક્રના સૌંદર્યને શુક્રની કલાને શુક્રના શ્રીંગાર ને એક નવી જ આભા આપે છે અને એક નવી ઓરા જ વિકસિત થાય છે. બીજી તરફ રાજા સૂર્ય, શનિ અને બુધની સાથે કુંભ રાશિમાં થી પસાર થાય છે એટલે શનિ અને બુધ રાજા સૂર્યના પ્રભાવમાં છે જેને સાદી રીતે સમજીએ તો અત્યારે રાજા પ્રજા અને પ્રધાન એક વિચારધારામાં થી પસાર થાય છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨