ફરી નોકરી પર નહીં રાખવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી

જામનગર મહાપાલિકામાં અવેજી સફાઇ કામદારો છેલ્લા ૧૯૯૭થી કાર્યરત છે. ૧૫ દિવસની ગેરહાજરીના કારણે તેઓને ફરજ મુકત કરી દેવાયા છે. આ અંગે અવેજી સફાઇ કામદારોએ મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્યું હતું કે, અમો ૧૯૯૭માં અવેજી સફાઇ કામદારો તરીકે નિમણુંક થયેલ હતા. તથા ૨૦૦૦-૨૦૦૧ માં પણ નીમણુંક થયેલ છે.

૧પ દિવસની ગેરહાજરીમાં અમોને છુટા કરાયા છે જયારે ૧૬ વર્ષથી એકેય દિવસ વોર્ડમાં નોકરી નથી કરેલ તેવા કર્મચારી પઠાણ રસીક લવજીભાઇ ને કાયમી ઓર્ડર આપવામાં આવનાર છે. જો અમોને અવેજી સફાઇ કામદારોનો પણ ઓર્ડર દેવામાં નહિ આવે તો ના છુટકે સામુહિક આત્મો વિલોપન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.