લજાઈથી નસીતપર રોડ પર કુલ 14 ગેરકાયદે પાણીના મોટા કનેક્શનો પકડાયા હતા.

ટંકારા  લજાઈથી નસીતપર જતી નર્મદાની લાઇનમાંથી થતી પાણી ચોરી ઉપર જનતા રેડ દરમ્યાન 14 ગેરકાયદે પાણીના મસ મોટા જોડાણો ઝડપાયા હતા. એક એક વ્યક્તિએ બે થી વધારે કનેક્શનો લીધા હોવાનું સામે આવ્યું હતું. જેમાં લગભગ બધા જ કનેક્શનોના પાણીનો ઉપીયોગ ઔધોગિક એકમો માટે અને ખેતી માટે પણ કરાતો હતો.

ગત સપ્તાહે નસીતપર ગ્રામજનોએ ગામમાં ઘણા સમયથી પાણીનો પ્રશ્ન સર્જાતા આ જનતા રેડ કરી હતી અને તમામ ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા ત્યારે મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા.

મોરબી પંથકમાં વરસાદ ખેચાતા પીવાના પાણીની પણ મુશ્કેલી ધીમે ધીમે વધતી જાય છે. ત્યારે જોગ આશ્રમ રોડ પર લજાઈથી નસીતપર જતી નર્મદાના પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી ઉદ્યોગકારો અને ખેડૂતો પાણી ચોરી કરી રહ્યા હતા. ત્યારે નસીતપરના ગામ લોકોએ જનતા રેડ કરી ગેરકાયદે લીધેલા જોડાણને કાપી નાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.