રૂ.૮.૨૮ લાખના બીલ મંજૂર કરવા કોન્ટ્રાકટર પાસે ૯ ટકા લાંચ સ્વીકારી
ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે કોન્ટ્રાકટર પાસે બીલ મંજૂર કરવા બાબતે અને ચેકમાં સહી કરવા સામે રૂ ૭૫ હજારની લાંચ રકમ માંગી હતી આથી તેણે રાજકોટ ખાતે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા અધિકારીઓએ લાંચનું છટકુ ગોઠવ્યું હતુ જેમાં જગદીશભાઈ બાબુભાઈ લુણાગરીયા પ્રમુખ જળ સ્ત્રાવ વિકાસ સમિતિ પદાધિકારી રહે. પાટખીલોરીએ ખાંડીયા હનુમાન મંદિર પાસે લાંચ સ્વીકારતા જ ટ્રેપીંગ અધિકારી એન.કે. વ્યાસ અને સ્ટાફે રંગે હાથ ઝડપી પાડયો હતો.
અને મુદામાલ કબ્જે કર્યો હતો.કોન્ટ્રાકટર ફરિયાદીએપોતાની જગદીશ કંટ્રકશન કંપનીના નામે ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે સંકલીતજળ સ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજના હેઠળ વર્ક ફ્રેજ હેઠળના અલગ અલગ ૧૧ કામો રાખ્યા હતા. જે કામોનાં રૂ.૮,૨૮,૯૬૨ના કરેલા કામોની મેજરમેન્ટ બુક તથા બીલો પાસ કરાવવાનાઅલગ અલગ ચેકમાં સહી કરવાના અવેજ પેટે આ કામના બીલની રકમના ૯ ટકા લેખે લમસમ રૂ. ૭૫ હજારની લાંચની માંગણી ફરિયાદી પાસે કરતા ફરિયાદીએ એ.સી.બી.મા ફરિયાદ કરતા એસવીબીનાં મદદનીશ નિયામક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ છટકુ ગોઠવ્યું હતુ જેમાં તે આબાદ સપડાયો હતો.