હાલમાં ચાલી રહેલા અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવા પર ઉભા થયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ દેશભરમાં થયેલી ટીકા બાદ યુનિવર્સિટીએ સફાઈ કરવાના બહાને તસવીરને વિદ્યાર્થી સંઘ ભવનમાંથી હટાવી લીધી છે, તો બીજી તરફ યુનિવર્સિટીના પ્રાંગણની પાસે બુધવારે તમામ વિદ્યાર્થીઓ અને હિંદુવાદી સંગંઠનોએ ઉગ્ર પ્રદર્શન કર્યું. પરિસરની બહાર વિદ્યાર્થીઓએ મોહમ્મદ અલી ઝીણાનાં પૂતળાનું દહન પણ કર્યું હતું.
આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યારબાદ પોલીસે બેકાબુ બનેલી ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યો હતો. છાત્રસંઘ ભવનમાં ઝીણાની તસવીર લાગ્યા પછી બુધવારે બપોરે વિશ્વવિદ્યાલય પાસે હિંદૂ યુવા વાહિનીનાં કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જ્યારે હિંદૂ યુવા વાહિનીનાં કાર્યકર્તાઓએ છાત્રસંઘ ભવન તરફ રેલી નીકાળી ત્યારે વિશ્વવિદ્યાલય પ્રશાસનનાં અધિકારીઓએ તેમને મંજુરી આપી નહોતી. આ કારણે પ્રદર્શનકારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઉગ્રપ્રદર્શનને જોતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો અહીનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com