જંક ફૂડ આરોગ્ય બાદ એક્સરસાઇઝ કેટલી જરુરી….
ફૂડનો સ્વાદ સ્વાસ્થ્ય માટે કેટલો યોગ્ય …?
જંક ફૂડ એટલે કે પીઝા, બર્ગર અને એવી કેટલીય વાનગીઓ જેણે આજની તમામ પેઢીનો સ્વાદ જીત્યો છે ત્યારે એ દરેક પ્રકારનાં જંક ફૂડ શરીર માટે કેટલાં યોગ્ય છે તે જાણવું પણ જરુરી છે તો જાણીએ કે વિવિધ પ્રકારનાં જંક ફૂડને પચાવવા કેવી એક્સરસાઇઝ કરવી જોઇએ…?
– પેપરોની પીઝાની એક સ્લાઇઝ :
પીઝાની એક ટેસ્ટી સ્લાઇઝમાં ૨૯૦ કેલેરી રહેલી હોય છે જે કેલેરીને બાળવા માટે આશરે એક કલાકનાં ડાન્સની જરુર રહે છે અથવા તો દોઢ કલાકની લાંબી વોક લેવી પડે છે. અને જો એમ ન કરવું હોય તો ઘરની સાફ સફાઇ હાથ ધરી કેલેરીને બાળવાની કોશિષ કરવી જોઇએ.
– સોફ્ટ ડ્રિંક :
૩૩૦ MLના તમારા કોઇપણ પસંદગીનાં સોફ્ટ ડ્રિંકમાં ૧૯૦ કેલેરી રહેલી છે જેને પચાવવા ૧૨-૧૪ મીનીટની કાર્ડિયાક એક્સરસાઇઝની જરુરત રહે છે અથવા સ્ત્રી પુરુષની જુદા-જુદા પ્રકારનાં વ્યાયમ કરવા પણ એક યોગ્ય રીત રહે છે.
– ડોનટસ :
તમારા માટે ડોનટસ કદાચ એક આદર્શ અલ્પાહાર હશે પરંતુ એવું નથી. જેમાં ૨૬૦ કેલેરી રહેલી છે. તેવા ડોનટસને આરોગ્યા બાદ જો તેની કેલેરી બાળવી હોય તો તમારે ઓછામાં ઓછું ૨૫ મીનીટનું સ્વિમિંગ કરવું પડે છે.
– કેકનો નાનો ટુકડો :
કેક એ પણ એવી વસ્તુ છે જે દરેકની ફેવરીટ વસ્તુ બની છે. જેમાં કેલેરીની વાત કરીએ તો કેકનાં નાના ટુકડામાં પણ ૩૧૨ કેલેરી રહેલી છે જેને બાળવા માટે ૫૦ મિનિટની આઉટડોર એક્સર સાઇઝ અથવા તો ૪૫-૬૦ મિનિટ સુધી ગાર્ડનની માવજત કરવી પડે છે.
– ચીઝ બર્ગર :
ચીઝ બર્ગર નામ સાંભળીને જ કદાચ મોઢામાં પાણી આવી જાય છે પરંતુ ૪૯૦ કેલેરી ધરાવતા આ ચીઝ બર્ગરને પચાવવા માટે ૪૨-૫૧ મીનીટની લાંબી કાર્ડિયાક કસરત કરવી પડે છે. અથવા તો ૫૭-૬૮ મિનિટ માટે વેઇટ ટ્રેનીંગનું સેશન પુરુ કરવું પડે છે જેના માટે ઘણો પસીનો પાડવો પડે છે. તો આ હતા કેટલાંક એવાં જંક ફૂડ જેને જોતા જ મોઢામાં પાણી આવે છે પરંતુ તેને પચાવવા ઘણી જહેમત ઉઠાવી પસીનો પાડવો પણ જરુરી બને છે.