• જંક ફૂડ પેકેટમાં હોય છે
  • જંક ફૂડમાં વધારે માત્રામાં સેચ્યુરેટેડ ફેટ, એક્સ્ટ્રા શુગર અને વધારે મીઠું હોય છે
  • ફાસ્ટ ફૂડ ગરમ કરીને જ  તૈયારીમાં સર્વ કરવામાં આવે છે.

ઘણા લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. તેમજ તેઓ વિચારે છે કે બંનેનો અર્થ એક જ છે. કેટલાક લોકો જંક ફૂડ સાથે સંબંધિત વસ્તુઓને ફાસ્ટ ફૂડ તરીકે જુએ છે, જ્યારે કેટલાક લોકો ફાસ્ટ ફૂડને જંક ફૂડ તરીકે જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને અલગ-અલગ છે અને તેમની વચ્ચે મોટો તફાવત છે?  તેમજ તેટલું જ નહીં તેને ખાવાના ગેરફાયદા અને ફાયદા પણ અલગ છે.

જંક ફૂડ

junk food

જંક ફૂડને એવી ખાદ્ય ચીજો કહેવામાં આવે છે, જે પેકેટમાં ઉપલબ્ધ હોય છે અને તેને બનાવવામાં કોઈ ઝંઝટ રહેતી નથી. બસ તેને ખરીદવા અને પેકેટ ખોલવાની જ જહેમત ઉઠાવવી પડે છે, જંક ફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય છે. તેમાં સંતૃપ્ત ચરબી, વધારાની ખાંડ અને વધુ મીઠું હોય છે. આ ઉપરાંત આટલું જ નહીં, કેલરીની માત્રા પણ વધુ હોય છે, જેના કારણે હંમેશા વજન વધવાનું જોખમ રહે છે. તમારે હંમેશા જંક ફૂડનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા જોખમો થઈ શકે છે. એટલે કે તેમાં કેલરી હોય છે, પરંતુ પોષક મૂલ્ય હોતું નથી.

જંક ફૂડમાં શું સામેલ છે

પોટેટો ચિપ્સ અને નાચોસ

બિસ્કીટ

ચોકલેટ કેન્ડી

પેકેજ પીણાં અને કોલા

તળેલા નાસ્તા

કેક

આ તમામ ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ અને તેલનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કોઈ પોષણ નથી.

ફાસ્ટ ફૂડ

fast food

ફાસ્ટ ફૂડ એવી ખાદ્ય વસ્તુઓ છે, જે ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે. તેમજ ફાસ્ટ ફૂડ જંક ફૂડની જેમ પૂર્વ-તૈયાર અને સંગ્રહિત નથી. તેઓ તરત જ તૈયાર થાય છે. તમે રેસ્ટોરન્ટમાં જે વસ્તુઓનો ઓર્ડર કરો છો તેમાંથી મોટા ભાગની વસ્તુ ફાસ્ટ ફૂડ છે.

ફાસ્ટ ફૂડમાં શું સામેલ છે

બર્ગર

પોટેટો ફ્રાઈસ

નૂડલ્સ

પિઝા

સેન્ડવીચ

મિલ્ક શેક

વધુ હાનિકારક કઇ વસ્તુ છે ?

જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ જો આ બે માંથી કોઈને પસંદ કરવાનું હોય તો ફાસ્ટ ફૂડ વધુ સારું રહેશે. જંક ફૂડની સરખામણીમાં ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્યને ઓછું નુકસાન પહોંચાડશે. આ દરમિયાન બંને ખોરાક નુકસાનની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.