સેના પર પથ્થરમારો, હત્યાને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું: મજુરી કામ અર્થેશખ્સ ગુજરાત આવ્યો હતો
સરહદી ક્ચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાંથી એસઓજીએ જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને આર્મી પર પથ્થરમારો કરતા આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા શકમંદોની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ બાદ આજે એસઓજીએભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર માહિતી આપી હતી.
કચ્છનાં પાટનગર ભુજમાંથીઝડપાયેલા બે સંદિગ્ધ આરોપીઓની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરીને એસસઓજીએ આ શખ્સોની આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી હતી. જેમા એક શખ્સ સામેહત્યા, અપહરણ, રાયોટીંગ સહિતનાં ૪ મોટા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથી સગીરવયનો છાત્રહોવાનું તપાસમાં ખુલ્યું છે.
કચ્છની વિવિધ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ આ બન્ને શખ્સોની ઘનિષ્ઠ તપાસ કરી હતી. ગત ૩૦ તારીખે ભુજ એસ.ઓ.જી.એ.શહેરના બસ સ્ટેશન પાસે આવેલા સાગર ગેસ્ટ હાઉસમાંથી રર વર્ષિય અલ્તાફ હુસેન અબ્દુલઅહદ નજાર અને તેની સાથેના સગીર કાશ્મીરી કિશોરની અટકાયત કરી હતી.
પોલીસની તપાસમાંઅલ્તાફ કાશ્મીરમાં ઝડપાયેલા એક આતંકવાદીને બચાવવા માટે આર્મી પર કરાયેલા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ હતુ. કાશ્મીરથી કચ્છ આવતાપહેલા આ બન્ને શખ્સો એક દિવસ રાજસ્થાનમાં રોકાયા હતા. ત્યાર બાદ તેઓ ગુજરાતકચ્છમાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે બન્ને શખ્સોને ઝડપી પાડવામાંઆવ્યા હતા.
હાલ જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થતી હોવાથી કોઈ કામ ધંધો ન હોતા તેઓગુજરાતમાં મજૂરી કરવા માટે આવ્યા હતા. તેમણે ગુજરાતમાં મજૂરી સારી મળશે તેવું સાંભળ્યું હોવાથી તેઓ અહી આવી ચડ્યા હતા. આ શખ્સોની વિવિધ એજન્સીઓ દ્વારા પણ તપાસકરવામાં આવી હતી. તો કાશ્મીર પોલીસનો સંપર્ક કરીને તેમનો ગુનાહિત ઈતિહાસ ખોલવામાંઆવ્યો હતો.
જેમા અલ્તાફ સામે ૪ જુદા-જુદા ગુના નોંધાયા હતા. જેમાં અપહરણ, હત્યા રાયોટીંગ સહિતની વિવિધ કલમો નો સમાવેશ થાય છે.તપાસમાં આ આરોપી વોન્ટેડહોવાનું પણ ખુલ્યુ છે.પશ્ચિમ ક્ચ્છ એસએઓજીએ આ સંદર્ભે કાશ્મીર પોલીસનો સંપર્કકર્યો છે. ત્યારે કાશ્મીરની પોલીસ આરોપીઓનો કબ્જો લેવા આવવાની છે. ઝડપાયેલો સગીરકોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવાથી તેને તેના વાલીઓને સોંપવા પોલીસે તજવીજ હાથ ધરીછે.