સમાપન પ્રસંગે કૃષિમંત્રી આર.સી. ફળદુની ઉ૫સ્થિતિ: કૃષિને લગતા ૧૪૮ નવા સંશોધનોને અપાઇ લીલી ઝંડી
જુનાગઢ કૃષિ યુનિવસીટી ખાતે ત્રણ દિવસીય સેમીનાર સંપન્ન થયો છે. સેમીનારમાં જુનાગઢ, આણંદ , નવસારી અને દાંતીવાડા આમ પાંચ કૃષિ યુનિ. વૈજ્ઞાનીકએ કરેલા સંશોધનો પર વિસ્તૃત ચર્ચા કરી આ જોઇન્ટ એગ્રેસ્કો વર્કશોપમાં ૧૪૮ જેટલા નવા સંશોધનો ને માન્યતા આપવામાં આવી હતી. એગ્રેસ્કો વર્કશોપના સમાપન સમારોહમાં કૃષિમંત્રી આર. સી. ફળદુએ ઉ૫સ્થિત રહી વૈજ્ઞાનિકોને પ્રેરક પ્રવચન આપ્યું હતું.
ગુજરાતની પાંચ યુનિવસીટીના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષોની મહેનતથી તેમણે કરેલા સંશોધનોને માન્યતા આપવા ૧૪માં જોઇન્ટ એગ્રેસ્કો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીયફ કાર્ય શિબિરમાં સમાપન સમારોહમાં રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઉપસ્થિતિ વૈજ્ઞાનિકોનો સંબોધતા જણાવ્યું હતું કે જુનાગઢનાં આંગણે રાજયની યુનિ. ના સંશોધન વૈજ્ઞાનીકોનો સંબોધતા
જણાવ્યું હતું કે જુનાગઢનાં આંગણે રાજયની યુનિ. ના સંશોધનવૈજ્ઞાનીકોએ એક છત્ર તળે એકત્રીત થઇને સમુહ વિચારમંથન કરી કૃષિક્ષેત્રે શું નવું કરી શકાય અને શું કર્યુ તે બાબતે સમીક્ષા કરી તેમજ સુચવે છે. કે સંગઠનત્યાં શકિત અને એક સુત્રતા ત્યાં પરીણામ રાજયની આબોહવા અને પ્રતિકુળ પરીબળોમાં ખાતર અને જંતુનાશક દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ સાથે સંશોધીત બીયારણોની ખેતરમાં વાવણી કરી ધરતી માતાના ખોળેથી કણમાંથી મથ પેદા કરતા કીશાનોને વૈજ્ઞાનીકોની ભલામણો કૃષિ ઉત્પાદન બમણુ કરવા અને તેમને આવકની વૃઘ્ધી કરવા માટે ઉ૫યોગી પુરવાર થશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતીમાંથી ખેડુત બહાર આવે તે દિશામાં સહિયારી ચિંતા સેવી ઉત્તમ પરીણામો હાંસલ કરશું રાજયની ધરતીપુત્રોએ ખેતરની જમીનની તાસીર પારખીને ઓઇલ હેલ્થ કાર્ડની ભલામણોને અનુસરીને પાકને પોષક તત્વો પુરુ પાડી ખેતી ખર્ચ નીવારી રહ્યા છે. આ તકે મંત્રીશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
કૃષિક્ષેત્રના સંશોધનમાં ધાન્ય પાકો, તેલીબીયાની પાકો, કઠોળ વર્ગના પાકો તેમજ ફળ, શાકભાજીના પાકો કૃષિ ઇજનેરી તેમજ પશુ ચિકિત્સાલય ક્ષેત્રે થયેલ ખેડુતો અને વૈજ્ઞાનિકોનીસ ઉપયોગી થાય તેવા સંશોધન તદઉપરાંત પશુપાલન અને મત્સ્ય પાલન ક્ષેત્રે ખેડુત ઉપયોગી થયેલ સંશોધનનું તારણ ચારેય કૃષિ યુનિ. ના સાથે મળી રજુ કર્યો હતો. જેમાં સર્વ સંમતીથી માન્ય થયેલ ભલામણો અને ખેડુત ઉપયોગી ભલામણોને માન્યતા આપવામાં આવી હતી.
૧૬૦ ભલામણો પૈકી ૧૪૮ ભલામણોને માન્યતા આપવામાં આવી છે. જેમા આણંદ કૃષિ યુનિ.એ સરગવાની લસ્સી, અને ગાજર અને આંબળાના બીસ્કીટ બનાવ્યા છે. જેને માન્યતા મળી છે. આ ઉ૫રાંત જુનાગઢ કુષિ યુનિ.એ. મગફળીની ત્રણ નવીજાત વિકસાવી છે. તેને માન્યતા અપાઇ છે જુનાગઢ કૃષિ યુનિ. એ રીંગણાની નવી જાત વિકસાવી છછે જેમાં બી ઓછા હશે સ્પેશ્યલ ઓળા માટે આ રીંગણાની જાત છે. આ ઉપરાંત ફળ પાકમાં પ્રથમ વખત પપૈયાના નવી જાત વિકસાવી છે. તેમજે ગેરુ રોગ સામે રક્ષણ આપતી ઘંઉની નવી જાત કૃષિ યુનિ. એ વિકસાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,