૨૦૦૨થી કાર્યરત જે.સી.આઈ દ્વારા થતા અનેક સામાજીક કાર્યો: આજના સહાયમ કોન્સેપ્ટ સાથે કીટ વિતરણ
જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ એનજીઓ દ્વારા આજરોજ સહાયમ કીટનું વિતરણ રાજકોટ શહેરના સેન્ટ મેરી સ્કૂલના બાળકો અને વાહનચાલકોને કરવામાં આવ્યું હતું. જે.સી.આઈ દ્વારા અત્યારે ચોમાસાને લીધે બાળકો સ્કૂલેથી નીકળે ત્યારે સહાયરૂપ થાય એવી ફસ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિશે રાજકોટ જેસીઆઈ યુવા પ્રેસીડેન્ટ ગીરીશ ચંદારાણાએ જણાવ્યું હતું કે, આજે અમારો જે સહાયમનો કોન્સેપ્ટ છે એટલે કે જયારે બાળકો શાળાઓ માંથી છુટે છે ત્યારે તેઓ ઉતાવળમાં પડી જતા હોય છે અથવા તો કયારેક એકસીડેન્ટ થઈ જતા હોય છે ત્યારે એ બાળકોને પ્રાથમિક સારવાર માટે અમે આ ફર્સ્ટ એડ કીટ આપી રહ્યા છીએ. ત્યારબાદ અશ્ર્વિન ચંદારાણાએ જણાવ્યું હતું કે, જેસીઆઈ એક એનજીઓ છે જે સામાજીક કાર્યો કરે છે અને વર્ષ ૨૦૦૨થી અમો રાજકોટમાં કાર્યરત છીએ તથા આ એનજીઓમાં પુરુષ સભ્ય તથા મહિલા સભ્યો બંને કાર્યરત છે.