હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનના ધજીયા ઉડયા: જંગલેશ્ર્વરમાં લોકડાઉનની કડક અમલવારી અને સમય અંતરે થતી ફલેટ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓને સારુ લગાડવા બદોબસ્ત બાદ વિસ્તાર રેઢો પડ હોવાનું ઉપસતું ચિત્ર
દેશભરમાં કોરોના વાયરસે કહેર વતાવ્યો છે ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે. છતાં રાજકોટમાં સરેઆમ લોકડાઉનના ધજીયા ઉઠયા છે. લોકડાઉનની કડક અમલવારીના બુમરાડા પાડી શહેર પોલીસને શેરશરમ રાખ્યા વગર પણ ઘણા શખ્સો વિના કારણે ઘરની બહાર જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કેટલાક શખ્સો તો સરા જાહેર વિડીયો બનાવી ટીકટોક પર વાયરલ કરતા જોવા મળી રહ્યા છે બાદમાં પોલીસે આબરૂ બનાવવા અને ચુસ્ત બદોબસ્ત હોવાનું ઉપરી અધિકારીઓને સારુ લાગે તેવું ચિત્ર ઉભુ કરવા આવા લોકો સામે સીસી ટીવી કુટેજ મેળવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં સૌ પ્રથમ કોરોના પોઝિટીવ કેસ જંગલેશ્ર્વરમાં નોંધાયો હતો ત્યારે પોલીસે જંગલેશ્ર્વરમાં બદોબસ્ત ગોઠવ્યો હતો તેવું ફરી અધિકારીઓને વિશ્ર્વાસમાં લીધા હતા પરંતુ આ સમયે જંગલેશ્ર્વરમાં નજારો જ કયાંક અલગ હતો લોકો લોક ડાઉનને ઐસી તૈસી કરી સોશ્યીલ ડીસ્ટન્સ નહી રાખી રસ્તા પર લોકોના ટોળા જોવા મળી રહ્યા હતા તથા આ વિસ્તારમાં માત્ર કરીયાણાની કે જીવન જરૂરી વસ્તુઓ જ નહિ પરંતુ પાનની દુકાન તથા શેરીઓમાં જુગાર રમતા લોકો પણ નજરે પડી રહ્યા હતા. આજે જંગલેશ્ર્વરમાં વધી રહેલા કેસોના કારણે રાજકોટ દેશભરમાં નજરે ચડયું છે. ત્યારે જંગલેશ્ર્વરમાં પોલીસના કહેવાતા ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં કેટલાક શખ્સો ટીકટોક પર વિડીયો બનાવી વાયરલ કરે છે તો કેટલાક શખ્સો ભેગા મળી જાહેરમાં ક્રિકેટ રમે છે આ સ્થિતિમાં પોલીસના કહેવાતા ચુસ્ત બંદોબસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.
જંગલેશ્ર્વરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના પોઝિટીવ કેસો ના કારણે તંત્ર વાહકોને જંગલેશ્ર્વરમાં કફર્યુ લાદવાની ફરજ પાડી હતી તેમ છતાં કેટલાક શખ્સો વિના કારણે શેરી ગલીમાં નજરે પડતા હોય તેવું જાણવા મળી રહ્યું છે.
હાલ જંગલેશ્ર્વરમાંથી કફર્યુ હટી ગયો હોવાથી લોકો જાણે બેફામ બન્યા હોય તેમ લોક ડાઉનની ધજીયા ઉડાવી રહ્યા હોય તેમ સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ રહ્યા છે ગઇકાલે જંગલેશ્ર્વરમાં એક શખ્સે પોતાનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા સ્થાનીક પોલીસ હરકતમાં આવી હતી.
જંગલેશ્ર્વર વિસ્તાર કે જે હાલ સીલ છે અને કોરોના સંક્રમણના સૌથી વધુ કિસ્સા આવવાને કારણે હાલ ભયગ્રસ્ત છે ત્યાં કેટલાક યુવાનો ખુલ્લેઆમ ક્રિકેટ અને પત્તા રમતા હોવાનો વીડીયો આજે વાયરલ થયો હત. ભકિતનગરના પી.આઇ.વી. વી.કે.ગઢવી પાસે આ વીડીયો પહોચતા તપાસ કરાવતા જંગલેશ્ર્વર વિસ્તારના આરએમસી કવાર્ટરનો આ વીડીયો હોવાની માહીતી મળતા તત્કાળ જેના ટીક ટોક આઇડી પરથી આ વીડીયો વાયરલ થયા હતા તેવા શોએબ હબીબ સોરાને ઊઠાવી લઇ પુછપરછ કર્યા બાદ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેની સાથે ક્રિકેટ રમતા અન્ય યુવાનોના નામ મેળવે તેમને પણ પોલીસે ઝડપી લીધા હતા.
જેમાં આફતાબ બશીર ઠેબા, સમન અસ્લમ મીરજા, શાહરૂખ અલીભાઇ બ્લોક, અલ્.છશાન ખેડારા, અકરમ શેખ, મહમદ સલીમ કાદરી કશ્યપ સુરેશ ચાવડા, મોઇન મહેબુબ ટાંક, ફૈઝલ સબીર ધાડા, તોફીક અસ્લમ મીરજા, ભૂરો ખાલીદ કાસમ અલીભાઇ બ્લોચ અને નવાબ મીરનો સમાવેશ થાય છે.
આ તમામ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગની ઐસી તૈસી કરતા હોય તેમ ક્રિકેટ રમતા અને પતા ટીચતા વીડીયોમાં જોવા મળ્યા હતા. સાથોસાથ વીડીયોમાં સુધરે ઇ બીજા રાજકોટ જંગલેશ્ર્વર લોકડાઉન હા મોજ હા એવા કેપ્શન લખ્યા હતા. જયાંનો વીડીયો છે તે વિસ્તાર કલસ્ટર વિસ્તારથી થોડુ દૂર છે અને ત્યાં પોલીસ સઘન પેટ્રોલીંગ કરતી હોવાનું જણાવાય છે. આ સ્થિતિમાં પોલીસ કેવું પેટ્રોલીંગ કરતી હશે તે આ બધા વીડીયો જોતા સમજવું મુશ્કેલ નથી.
શહેરમાં લોકડાઉનનું પાલન કરાવવામાં શૂરી બની જતી પોલીસ જંગલેશ્ર્વર વિસ્તારમાં કેમ પાણીમાં બેસી જાય છે અને લોકડાઉનનું સખ્તાઇથી પાલન કરાવી શકતી નથી તેવા સવાલો પણ હવે લોકો પૂછી રહ્યા છે આ અગાઉ જંગલેશ્ર્વર વિસ્તારમાંથી સિલીંગ હોવા છતા કેટલાય શખ્સો બીજા વિસ્તારોમાં જતા રહ્યા હતા ત્યારે પણ પોલીસ ઊંધતી ઝડપાઇ હતી.
પોલીસની ગુન્હાહિત બેદરકારીથી રાજકોટ રેડઝોનમાં
રાજયમાં રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં તા.૧૮ માર્ચે પ્રથમ કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયા હતા. કોરોનાની ગંભીરતા રાજય સરકારે લીધી તેટલી જ ગંભીરતા ભકિતનગર પોલીસે લીધી હોત જંગલેશ્ર્વરને હોટ સ્પોટ અને કફર્યુ ન નાખવી પડશે તેમજ ૬૦ જેટલા કોરોનાનો ચેપ લાગ્યો ન હોત તેની પ્રતિતિ કરાવતો જંગલેશ્ર્વરની ક્રિકેટ ટીમનો સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલો વિડીયો ઘણું કરી જાય છે જંગલેશ્ર્વરમાં વધતા જતા કેસોથી રાજકોટ રેડ ઝોનમાં આવતું છે અને શહેરીજનોને લોકડાઉનની કેદ કરાયાની સ્થિતિમાં મુકાય ગયા છે.