સરકારી ગાઇડ લાઇનનું એક અર્થધટન કરી સામાન્ય કામના વધુ રકમના બિલ બનાવી કૌભાંડ આચર્યાનો આર.ટી.આઇ. એકિટવિસ્ટ વરજાંગભાઇ કરમટાનો આક્ષેપ
દેવળીયા સફારી પાર્કમાં નકલી પરમીટ બનાવી અને ડી.સી.એફ દ્રારા રેન્જરની બાટણીમાં મન ફાવે તે રીતે અધિકારીઓની કરાતી ગોઠવણથી ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ
ગીરના જંગલ વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ચાલતી ગેરરીતી અને કૌભાંડને ખુલ્લા પાડી કયા કામમાં કેટલો અને કંઇ રીતે ભ્રષ્ટાચાર કર્યો તે અંગેની ચોકાવનારી વિગતો નીલંધરના આર.ટી.આઇ. એકિટવિસ્ટ વરજાંગભાઇ કરમટાએ જાહેર કરતાં વન વિભાગના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
જાલંધર ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ વરજાંગભાઈ કરમટાના આક્ષેપ મુજબ વન ખાતાના ડી.સી.એફ. દ્વારા રેન્જરની બાટણીમાં મનફાવે તે રીતે અઘિકારીઓને ગોઠવે છે અને તેને લઇને અનેક ભ્રષ્ટાચાર વનવિભાગમાં થઈ રહ્યા છે. આ કોભંડોના કારણે જંગલમાં ફરજ બજાવતા અઘિકારીઓને મંગલ થઈ રહ્યું છે.
કરમટાના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી કામ રૂ. ૫ લાખ ઉપરનું હોય ત્યારે ઓનલાઇન ટેંડરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. તેને લઈને કોન્ટ્રાક્ટરો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય છે અને ઓછા ભાવે ટેન્ડર ભરાતા સરકારને ઓછે રૂપિયે કામ થતા હોવાથી નફો થાય છે, પરંતુ સાસણ ડિવિજનમાં ભ્રષ્ટાચાર આચરવા માટે વન વિભાગના અઘિકારીઓ દ્વારા રૂ. ૫ લાખથી ઉપરના કામો ને અલગ અલગ રીતે ડીવાઈડ કરી, ડીપાર્ટમેન્ટ લેવલે પોતાના માનીતા કોટ્રેક્ટરોને કામ આપી દેવામાં આવે છે અને તેના કારણે વનવિભાગમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે.
આરટીઆઇ એક્ટીવિસ્ટે એક વધુ કરેલ આક્ષેપ મુજબ સાસણ ડિવિજનના ૫ ચેકીંગ નાકા ઉપર તાજેતરમાં કંપાઉન્ડ વોલ અને રંગરોગાનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સાંઢ બેઠા નાકા ઉપર ૪,૨૮,૨૭૫ રૂપિયાની કંપાઉન્ડ હોલ તથા રૂ. ૧,૫૮,૨૦૮ રૂ. નુ પેન્ટિંગ એસ્ટીમેટ અલગ અલગ બનાવવામાં આવેલુ હતું. જેની કુલ રકમ ૬૮૬ ૪૫૬ થવા જાય છે. જ્યારે ભંભા ફોડ ખાતે રૂ. ૧,૯૮,૮૧૫ ની કિંમતની કંપાઉન્ડ હોલ તથા ૪,૦૯,૭૭૭ રૂ.નું પેન્ટિંગ એસ્ટીમેટ અલગ અલગ બનેલુ, જેનો કુલ ખર્ચ રૂપિયા ૬,૦૮,૫૯૨ થાય છે. આમ સાંઢ બેઠા અને ભાંભા ફોડ નાકે છ – છ લાખ ઉપરના કામોના અલગ અલગ એસ્ટીમેન્ટ બનાવી વનવિભાગ દ્વારા કામ કરવામાં આવ્યા હતા. આ સિવાય કનકાઈ, સાસણ અને પીઠડ આઈ નાકા એ પણ રંગરોગાનનું કામ કરવામાં આવ્યું છે. પરંતું ગાઈડ લાઈનનું ખોટું અર્થ ધટન કરી લાખોનું કોભાંડ વન વિભાગમાં થયું હોવાનો વરજાંગભાઈએ ચોંકાવનારો આક્ષેપ કરેલ છે. વરજાંગ ભાઈ કરમટાએ એક આક્ષેપ એવો પણ કર્યો છે કે, વન વિભાગના દેવળીયા વિસ્તારમાં સિંહ અને પ્રાણી, પશુ, પક્ષીઓને પાણી પીવા માટેના નાના ચેક ડેમોના કામોમાં પણ મોટા ભ્રષ્ટાચાર થયો છે અને ગઢવી ચેકડેમ ઉપર ૩ થી ૪ ઈંચ કોંક્રેટ નાખી, રૂ. ૪.૯૫ લાખ ખર્ચો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અહી જુના ચેકડેમ ઉપર સામાન્ય મરામત કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વાત છે. કારણ કે, ડેમ ઉપર ૩ થી ૪ ઈંચ કોંકરેટ કરવાના માત્ર ૧૫ થી ૨૦ હજાર જેટલો ખર્ચ થાય ત્યારે અહીં ૪.૫૫ લાખ જેવો ખર્ચ કરવામાં આવ્યો છે આમ વન વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. સિવાય દેવળિયા સફારી પાર્કમાં નકલી પરમીટ બનાવીને નાણાં પચાવી જવાતા હોવાનો પણ વારજાંગભાઈએ સણસણતો આક્ષેપ કરી જણાવ્યું છે કે, માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની વ્યક્તિ તેના સબંધી સાથે તા. ૨૮ ડિસે. ૨૦૧૮ ના રોજ દેવળિયા સફારી પાર્કમાં ગયા હતા. ત્યારે તેઓની ૨૪ પુરૂષ અને ૨૩ મહિલા મળી કુલ ૪૭ વ્યક્તિની પરમીટ લીધી હતી. તેના ૮૯૩૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ પરમિટના નંબર ૩૭૪૪૪ છે. પરંતુ આ અંગે વરજાંગભાઇ કરમટાએ આરટીઆઇ કરતાં તેમાં એક વ્યક્તિ દીઠ ૧૯૦ રૂપિયા લેખે કુલ બે જ વ્યક્તિના ૩૮૦ રૂપિયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત પરમીટના સમયમાં પણ ૩ મિનીટનો ફરક છે. તેઓનો આક્ષેપ મુજબ આના પરથી એ સ્પષ્ટ થયું છે કે, વધુ પ્રવાસીઓ હોય તેને પરમીટ આપવામાં આવે છે. પણ આંતરિક રેકોર્ડમાં ઓછા પ્રવાસી દર્શાવી વધારાના રૂપિયા ગપચાવામાં આવી રહ્યા હોવાનું કૌભાંડ પણ વર્ષોથી ચાલતું હશે. ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.પરંતુ વનવિભાગ દ્વારા વન વિસ્તારમાંં આચરેલા કૌભાંડ અંગે ક્યારે તપાસ કરવામાં આવશે અને તેમાં કેટલો ભ્રષ્ટાચાર સામે આવશે તેે તો તટસ્થ તપાસ થશે તો જ બહાર આવશે. ત્યારે વન વિભાગમાં ચાલતા આ ભ્રષ્ટાચારો સામે ઝીણવટ ભરી અને તટસ્થ તપાસ થાય તેવી લોકાનીે લાગણી અનેે માગણી સંભળાઈ રહી છે.