રૂષભ પંતે મુંબઈની બાજી બગાડી!
ભારતમાં સૌથી વધુ વાટ જોવાતા ક્રિકેટ જંગની શરૂઆત થઈ ચુકી છે ત્યારે શરૂઆતથી જ આઈપીએલ-૨૦૧૯ની ત્રીજી મેચમાં દિલ્હી કેપીટલસે મુંબઈ ઈન્ડીયન્સને તેના જ હોમ ગ્રાઉન્ડ પર ૩૭ રનથી હરાવી લીગમાં વિજયની શરૂઆત કરી છે.
દિલ્હીએ આપેલા ૨૧૪ રનના વિશાળ ટાર્ગેટની સામે મુંબઈએ ૧૯.૨ ઓવરમાં ૯ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા ત્યારે જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાના કારણે બેટીંગમાં નહોતો આવ્યો ત્યારે મુંબઈ તરફથી યુવરાજસિંહે ૫૩ રન બનાવ્યા હતા પરંતુ સામે છેડે સતત પડતી વિકેટો અને વધતા રનરેટની વચ્ચે તે ટીમને જીત અપાવી શકયો ન હતો.
દિલ્હી તરફથી ઈશાંત શર્માએ કગીસો રબાડા અને ઈશાંત શર્માએ બે-બે વિકેટ લીધી હતી. અગાઉ મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી દિલ્હીને પ્રથમ બેટીંગ આપી હતી જોકે મહેમાન ટીમની શરૂઆત નબળી રહી પરંતુ ઓપનર પૃથ્વી શો, ટીમનો સ્કોર ૧૦ રન હતો ત્યારે જ આઉટ થતા તેને મુંબઈની બાજી બગાડી હતી. બાદમાં કેપ્ટન શ્રેયસ ઐયર પણ ૧૬ રને જ આઉટ થઈ જતા દિલ્હીએ ૨૯ રનમાં જ ૨ વિકેટ ગુમાવી હતી.