ઢોલીડા ઢોલ ધીમા ધીમો વગાડના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…
આજે ‘અબતક’ સુરભીમાં મેગા ફાઈનલ હોય અલગ અલગ કેટેગરીમાં જે ખેલૈયાઓ વિજેતા બનશે તેમને મોંઘેરા ઈનામો આપી ઉત્સાહિત કરાશે
રાસોત્સવના અંતિમદિને મનભરીને ગરબે રમી લેવા ખેલૈયાઓ સજજ
‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ રાસોત્સવના અંતિમદિને ઉલ્લાસ ઉમંગથી મનભરીને માણી લેવા સજજ થયા છે. જોકે પ્રથમ નોરતાથી જ વરસતા વરસાદમાં ખેલૈયાઓ ઉમંગથી રમ્યા હતા.
‘અબતક’ સુરભીના એક માત્ર રાસોત્સવને પ્રથમ નોરતે ભારે વરસાદમાં પણ સંપૂર્ણ સુવિધામાં ખેલૈયાઓને ગરબે રમાડયા હતા. શહેરનાં એક્માત્ર રાસોત્સવ માટે આ દિવસ યાદગાર બની ગયો છે.
‘અબતક’ સુરભી પ્રસ્તુત નીખીલ નવરાત્રી મહોત્સવના દરેક નોરતાને ખેલૈયાઓએ ખ્યાતનામ સીંગરોનાં સથવારે અને અધતન સાઉન્ડ સીસ્ટમના સુરે નવરાત્રીની રમઝટ બોલાવી રહ્યા હતા.
નવરાત્રી દરમ્યાન પ્રિન્સ પ્રિન્સેસ અને વેલડ્રેસના વિજેતાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
‘અબતક’ સુરભી રાસોત્સવનો આજે અંતિમ દિવસ હોય ખેલૈયાઓ વચ્ચે સર્વોપરિતા સાબિત કરવા જંગ જામશે એકથી એક ચડિયાતા ગીતો ગરબા ગાઈ સીંગરો પણ ખેલૈયાઓને મનમૂકીને ઝુમાવશે નિર્ણાયકો માટે પણ આજે ખેલૈયાઓનું સિલેકશન મુશ્કેલ બની રહેશે.
નવરાત્રીમાં ગરબે રમવા શહેરના મોટાભાગના ખેલૈયાઓએ પ્રથમ પસંદગી ‘અબતક’ સુરભીમાં ઉતારી હતી નવેય દિવસ ખેલૈયાઓ બેવડા ઉમંગથી ઝુમ્યા હતા.
ખેલૈયાઓ ‘અબતક’ સુરભી પર પ્રથમ પસંદગી ઉતારતા હોવાનું મુખ્ય કારણ ચુસ્ત બંદોબસ્ત, વિશાળ પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડ વગેરે ને ધ્યાને લેતા હોય જે અહીં સુવિધાઓ સંતોષાય છે.
‘અબતક’ સુરભી રાસોત્સવને હજારો લોકોએ નિહાળ્યો છે. શહેરના અનેક રાજકીય સામાજીક મહાનુભાવો પણ રાસ ગરબા નિહાળવા પધાર્યા હતા. અને અધિકારીઓ-પદાધિકારીઓ, મહાનુભાવોએ પણ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખૂબ વખાણ પણ કર્યા હતા.
આજે ‘અબતક’ સુરભીમાં મેગા ફાઈનલ હોય અલગ અલગ કેટેગરીમાં જે ખેલૈયાઓ વિજેતા બનશે તેમને મોંઘેરા ઈનામો આપી ઉત્સાહિત કરાશે. યુવક યુવતીઓ અને બાળકોનું સીલેકશન કરી પુરસ્કાર આપી ભવ્ય સન્માન કરાશે.