Abtak Media Google News
  • દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડમાં અંદાજિત 2000 થી 2500 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન

Junagdh: ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા, જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષેની માફક આજ રોજ શનિવારના રોજ ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કસનો સંપ સંતશ્રી ઈન્દ્રભારતીજીના પ્રવેશ દવાર,જુનાગઢ પાસે “અસ્થાયી વિસર્જન કુંડ” બનાવવામાં આવેલ છે.1

જેમાં મૃગી કુંડ,નારાયણ ધરો,તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, આસિ.કમિશનર(વ) શ્રી જયેશ પી વાજા, આસિ.કમિશનર(ટે) કલ્પેશ જી ટોલીયા,સંત મહાદેવગીરી બાપુ,મહાદેવગિરિ ભારતી બાપુ, દેવું બાપુ વિજય આશ્રમ ભવનાથ, કિશનદાસ બાપુ રામ ટેકરી, દલપત સ્વામી શિવ નિકેતન આશ્રમ, લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ભારતી આશ્રમ, અભય ગિરિ બાપુ ચામુંડા આશ્રમ, જગ જીવન દાસ બાપુ સૂર્ય મંદિર, ભીમ પૂરી બાપુ ઇન્દ્ર ભારતી આશ્રમ, આનંદ ગિરિ બાપુ અવધૂત આશ્રમ વગેરે સાધુ સંતો તેમજ ઓફિસ જીગ્નેશ પરમાર, પ્રોગ્રામ ડિઝાસ્ટર ઓફિસર યકીન શિવાણી, સ્ટોર કિપર રાજુ મહેતા,દબાણ અધિકારી હરેશ સોંદરવા, પર્યાવરણ ઇજનેર રાજુ ત્રિવેદી વગેરે અધિકારી/કર્મચારીની ઉપસ્થિતિમાં ગણપતીજીના વિસર્જન માટે વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

2

આ ત્રીવેણી સંગમમાં વિસર્જન કરી વિષેશ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને આ અસ્થાયી વિસર્જન કુંડ માં વિસર્જન કરવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેઈન્ડલી)મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે.આ અસ્થાયી વિસર્જન કુંડ માં દર વર્ષે અંદાજિત 2000થી 2500 જેટલી ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ દર વર્ષેની જેમ રાઉન્ડ ધ કલોક 24×7 કલાક કાર્યરત રહેશે.

3

ચિરાગ રાજ્યગુરુ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.