Junagdh: પ્રાચીન દામોદર કુંડે સ્નાન કરી પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા સોમવતી અમાસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું .લોકોએ પિતૃ તર્પણ,દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અહીં નરસી મેહતાના પિતાજીનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને નરસી મેહતાનું રૂપ ધારણ કરી કર્યું હતું એટલે પિતૃઓના મોક્ષ માટે અહીં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સવાર થી જ લાખોની સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા.IMG 20240902 WA0109 scaled

રાજ્યના પ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. જુનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે બારેમાસ ભાવિકો આવતા હોય છે અને અહીં સ્નાન કરી અને અહીં આવેલા પારસ પીપળે જળ ચડાવી પોતાના પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સોમવતી અમાસના દિવસે લોકોએ પિતૃ તર્પણ કરી પોતાના પિતૃઓના મોક્ષ સાથે પ્રાર્થના કરી હતી. ભાદરવી અમાસ નું મહત્વ ખૂબ જ છે. આજના દિવસે પિતૃઓને પોતાના સ્વજનો પાસેથી પાણી પીવાની ઈચ્છા હોય છે તેવું પણ માનવામાં આવે છે. ત્યારે હજારો કિલોમીટર દૂરથી લોકો અહીં આજના દિવસે પોતાના પિતૃઓને પાણી પીવડાવી સ્નાન કરી પિતૃ તર્પણનું કાર્ય કરી પૂજા અર્ચના કરે છે.Screenshot 3 2

રાજકોટ થી આવેલા શ્રદ્ધાળું જયાબેન ભરવાડ એ જણાવ્યું હતું કે આજની અમાસનું મહત્વ ખૂબ જ છે કારણ કે આજે શ્રાવણ મહિનાની સોમવતી અમાસ છે અને આજથી શરૂ થતો મહીનો પિતૃ મહિનો એટલે કે ભાદરવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જૂનાગઢમાં 33 કરોડ દેવતાનો વાઘ છે અહીં અમે પિત્તર પણ માટે આવ્યા હતા અહીં પોલીસ તંત્રએ સુરક્ષા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે.

ચંપાબેન વેગડે જણાવ્યું હતું કે સોમવતી અમાસે આજે દામોદર કુંડના પવિત્ર કાઠે સ્નાન કરી પિતૃઓને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી હતી. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના મોક્ષ સાથે સ્નાન કરી પીપળે પાણી ચઢાવી ભગવાનને પિતૃઓના મોક્ષ મળે તેવી પ્રાર્થના કરે છે. દર વર્ષે લોકો અહીં પોતાના પિતૃઓની તર્પણ વિધિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવા આવે છે ગંગા જેટલું અહીંના દામોદર કુંડના કાંઠાનું મહત્વ છે. શ્રદ્ધાળુ જ્યારે ભારતભરમાં ગમે ત્યાં યાત્રા કરવા માટે જાય છે પરંતુ એ યાત્રાળુ દામોદર કુંડ આવી સ્નાન કરે છે ત્યારે તેની યાત્રા પૂર્ણ થાય છે તેવું પણ માનવામાં આવે છે.IMG 20240902 WA0115 scaled

દામોદર કુંડના તીર્થપુરોહિત નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શ્રાવણ માસની અમાસ એટલે આજે ખૂબ જ સારો સંયુક્ત બન્યો છે. આજના દિવસને પિતૃઓના મોક્ષ માટેનો ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે.. ગઈકાલ રાતથી જ અહીં માનવ મહેરામણ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યું છે. આ વર્ષે વરસાદ પણ ખૂબ સારો વરસ્યો છે જેના કારણે લોકો પણ મન મૂકી સ્નાન કરી રહ્યા છે. અહીં દામોદર કુંડ પર પ્રાચીન પીપળે પાણી પીવડાવી પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રાવણ માસના અંતિમ દિવસ ની ઓળખ ભાદરવી અમાસ તરીકે કરવામાં આવે છે અને આજના દિવસને પિતૃઓના મોક્ષ માટેનો ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે.આમ જોવા જઈએ તો અમાસ દર મહિને આવતી હોય છે. પરંતુ ભાદરવી અમાસ નું મહત્વ ખૂબ જ છે. આજના દિવસે પિતૃઓને પોતાના સ્વજનો પાસેથી પાણી પીવાની ઈચ્છા હોય છે તેવું પણ માનવામાં આવે છે. ત્યારે હજારો કિલોમીટર દૂરથી લોકો અહીં આજના દિવસે પોતાના પિતૃઓને પાણી પીવડાવી સ્નાન કરી પિતૃ તર્પણ નું કાર્ય કરી પૂજા અર્ચના કરે છે.

ચિરાગ રાજ્યગુરુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.