જુનાગઢનો રાગ આલપવાનું નાપાક રાજકારણ જુનાગઢવાસીઓને જ પસંદ નથી: સોશિયલ મીડિયા પર નાપાક તત્વોને ચેતવણી
પાકિસ્તાની અભિનેત્રી શેહર સીનવારીએ કાશ્મીર અને જુનાગઢ પાકિસ્તાનનો આત્મા છે, તેવા ઉપરા છાપરી કરેલા બે ટ્વિટર સામે જુનાગઢવાસીઓ આગ બાબુલા બન્યા છે અને જુનાગઢ વાસીઓ તેનો જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં ટ્વિટર ઉપર પાકિસ્તાની અભિનેત્રી એ ટ્વિટ કરી, જુનાગઢ પાકિસ્તાનનો જ વિસ્તાર છે, અને કાશ્મીર અને જુનાગઢ પાકિસ્તાનનો આત્મા છે. તેવું નિવેદન કરતા આ નિવેદન સામે જુનાગઢ વાસીઓમાં ભારે વિરોધ વંટોળ ઊભો થયો છે. અને જુનાગઢ વાસીઓ આ અંગે સણસણતો જવાબ આપતા જણાવી રહ્યા છે કે, એક વખતના સમયમાં જૂનાગઢના લોકોની હિંમત અને તાકાત જોઈને નવાબને પણ કેશોદ એરપોર્ટ પરથી નાસી જવું પડ્યું હતું. અને જુનાગઢ એ કોઈના બાપની જાગીર નથી. આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. ત્યારે પાકિસ્તાનના લોકો માત્ર દીવા સ્વપ્ન સેવી રહ્યા છે. કબજો કરવાની વાત તો ઘણી દૂર છે, તમે જૂનાગઢને બદલે પાકિસ્તાનના ભૂખમરાની ચિંતા કરો, બાકી કોઈની તાકાત નથી કે, જુનાગઢ સામે કોઈ આંગળી સિંધી શકે. માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા નિરર્થક પ્રયાસો છોડી દો.
પાકિસ્તાની અભિનેત્રી શહેરા સીનવારીએ ઉપરા છાપરી ટ્વીટર પર કરેલા નિવેદન બાદ જૂનાગઢના સામાજિક અગ્રણી અને એક વખતના આરજી હકુમતના લડવૈયા અને જૂનાગઢને આઝાદી મળે તે માટે મહત્વની ભૂમિકા ભજવનાર શશીકાંતભાઈ દવેએ જણાવ્યું હતું કે, જુનાગઢ એ કોઈના બાપની જાગીર નથી. પાકિસ્તાનના લોકો માત્ર દીવા સપનો સેવી રહ્યા છે. કારણ કે આજથી 75 વર્ષ પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદીન કોલેજના મેદાનમાં ખીલી ખોડી ને ગયા છે.
તો હંમેશા સત્ય સાથે વળગી પોતાની પાર્ટીનો પણ કાન આંબડી, હાથમાં નાક આપી દેતા, જુનાગઢ ભાજપના ચિંતિત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ પાકિસ્તાની અભિનેત્રીની ટ્વિટ સામે વળતો જવાબ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાન જ ભારતનું અંગ છે. જે ગમે ત્યારે ભારતમાં ભળી જશે. બાકી માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના નિરર્થક પ્રયાસો છોડો. કારણ કે, કોઈની તાકાત નથી કે, જુનાગઢ સામે આંગળી ચીંધી શકે.
અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનના નેતાઓ દ્વારા અવારનવાર જુનાગઢ એ પાકિસ્તાનનો હિસ્સો છે અને પાકિસ્તાનનું અંગ છે તેવા હુંબાળા કરવામાં આવે છે. ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પાકિસ્તાનની અભિનેત્રીએ પણ પોતાના ટવીટર એકાઉન્ટમાં ટ્વિટ કરી, જુનાગઢ પાકિસ્તાનનો આત્મા છે. તેવું એક નિવેદન કર્યું છે. પરંતુ સાહસ અને શોર્યથી ભરેલા જુનાગઢ અને જુનાગઢ વાસીઓ પાકિસ્તાનના આવા નિવેદનો સામે દરેક વખતે આગબુલા બને છે. અને દરેક વખતે જૂનાગઢના વર્ષો પહેલાંનો ઇતિહાસનું રટણ કરી, પાકિસ્તાનને ભાન કરાવવામાં આવે છે કે, જુનાગઢની જનતા એ છે જેણે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મેળવી, જૂનાગઢમાં નવાબી શાસનનો અંત લાવ્યો છે અને જૂનાગઢના નવાબે પણ ઊંભી પૂછડીએ કેશોદ ઓરપોટેથી નાસીને પાકિસ્તાન જવું પડ્યું છે. માટે આ વાત પાકિસ્તાનને ક્યારેય ભૂલવી ન જોઈએ.