જૂનાગઢ સરદાર બાગ ઝાંસીની રાણીના પુતળા પાસે આવેલ નહેરુ પાર્ક સોસાયટી પાસે શુભમ મેટરનીટી હોમ નામે ચાલતી સંસ મહિનામાં એક દિવસ તમામ જરૂરીયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલની તમામ સેવાઓ કોઈપણ પ્રકારની ચાર્જ લીધા વગર આપે છે. પુસ્કળ દર્દીઓ આ સેવાનો લાભ લઈ સમાજના સાચા ડોકટરને મળવાનો મોકો મળે છે. તાજેતરમાં ડોકટર્સ ડે નીમીતે જૂનાગઢના શુભ મેટરનીટી હોમના ડોકટર ભાવેશ ટાંકની મુલાકાત ‘અબતક’ ચેનલ દ્વારા લેવામાં આવી હતી. તમામ ડોકટર્સ અને દર્દીઓને આ દિવસની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું હતું કે, આ દિવસ ડોકટરો અને દર્દીઓ માટે ખાસ દિવસ છે. આ દિવસે દર્દીઓ પોતાની સારવાર કરતા ડોકટરોને શુભેચ્છા પાઠવે છે. પોતાની હોસ્પિટલમાં તેમણે દરેક મહિનાના એક દિવસ ડોકટરો ડે તરીકે ઉજવે છે.

આ દિવસે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને માટે હોસ્પિટલની તમામ સુવિધા ફ્રી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમણે પોતાની હોસ્પિટલમાં ચાલતો મેડિકલ સ્ટોર બંધ કરી હોસ્પિટલમાં જ જેનરીક મેડિકલ સ્ટોર શરૂ કર્યો છે. આટલા સારા અને ઉમદા કામની પ્રેરણા તેમને કયાંથી મળી તે અંગે પુછતા તેમણે જણાવેલ કે રેડિયો પર ચાલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં તેમણે બાળ તેમજ સગર્ભા મહિલા મૃત્યુદર ઘટાડવા દેશના તમામ ગાયનેકોલોજીસ્ટ ડોકટરોને તેમના સમયમાંથી થોડો સમય આપવા અપીલ કરી હતી. આ વાદ હૃદયને સ્પર્શી ગઈ. આ તારીખ નવમી હતી એટલે ત્યારી દર માસની નવમી તારીખે હોસ્પિટલની તમામ સેવા ફ્રી આપવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.