પ્રથમ જૂનાગઢનાં નામાંકિત ડોક્ટરો સાથે બેઠક યોજી શહેરના વિકાસ માટે ડોક્ટરોએ આપ્યા સુચનો
જૂનાગઢ મહા નગરપાલિકા કમિશનર તરીખે તુષાર સુમેરા ચાર્જ સંભાળ્યા બાદ શહેરના વિકાસ માટે દિવસ રાત દોડતા આ યુવા કમિશનરે આગળના કમિશનરો કરતા કઇક અંશે અલગ છાપ ઉભી કરી છે શહેરનાં વિકાસ અને લોકોની સુખાકારી માટે સતત વિચારતા કમિશનરે પ્રથમ વખત શહેરના મોટા માણસ થી લય નાનામાં નાના છેવાડાના માણસની સાથે વિચારો અને સુચનો ની આપ લે કરવાની પહેલ કરી છે
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ શહેરના લોકોની સુખાકારી વધારવા શહેરના લોકો સાથે સંકળાયેલા સફળ નામાંકિત તેમજ લોકોના પ્રશ્નો અંગે ચિંતીત પ્રબુદ્ધ નાગરિકો સાથેનો સંવાદ કરવા મ્યુન્સીપલ કમિશનર તુષાર સુમેરાની નવી પહેલ
સૌરાષ્ટ્રની પૌરાણિક નગરી પવિત્ર યાત્રાધામ જૂનાગઢ તેની ઐતિહાસિક અસ્મિતા જાળવી રાખી લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે રીતે આગળ ધપે તેવી નેમ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ લોકોની પાયાની સુવિધા સરળતાથી મળી શકે તેવી પ્રક્રિયામાં જાહેર જનતાની સક્રિય ભાગીદારી પર સવિશેષ ભાર મુકી એક નવતર પહેલ હાથ ધરી છે. અને આ પહેલ છે “કોફી વિથ કમિશનર ” જેમાં કમિશનરશ્રી દ્વારા શહેરના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને દર અઠવાડિયે એક વખત શહેરના ૧૫ નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો જેઓ વિવિધ ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. તેમજ લોકોની સુખાકારી વધારવા ચિંતીત છે તેવા નાગરિકો સાથે શહેરના પ્રશ્નો મહાનગરપાલિકાની કામગીરી તેમજ શહેરના વિકાસના વિઝન અંગે કમિશનરના નિવાસ સ્થાને સંવાદ કરવામાં આવશે તેમજ કોર્પોરેશનની કામગીરી સુદ્રઢ કરવા તેઓના સૂચનો લેવામાં આવશે. દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જેવા કે ડોકટરો, વકીલો, સીનીયર સીટીઝનો, યુવાનો, એનજીઓ, સહિતના લોકો સાથે દર અઠવાડિએ આમંત્રિત કરી મહાનગરની કામગીરી સુદ્રઢ બનાવવા શહેરના વિકાસ તેમજ શહેરમાં સુવિધાઓનો વધારો થાય તે માટે સંવાદ કરવામાં આવશે.
જેમાં આજરોજ શહેરના નામાંકિત ડોકટરો સાથે કમિશરશ્રીના નિવાસસ્થાને કમિશરશ્રી તુષાર સુમેરાએ નિમંત્રત કરી મહાનગર અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના નામાંકિત ડોકટર ડી.પી.ચીખલીયા, ડો.અમિત જાની, ડો. અરૂણ.વી.કોઠારી, ડો.મયુર વાણીયા, ડો.નિલેશ બારૈયા, ડો. એમ.વી.પાનસુરીયા, ડો.ભાવેશ ટાંક, ડો.કે.પી.ગઢવી, ડો.કલ્પેશ બાખલકીયા, ડો.ભાર્ગવી દોશી, ડો.રાજેશ.સી.દોશી, ડો.કે.કે.ઠક્કર, વગેરે હાજર રહી દરેક ડોકટરોએ પોતપોતાના રજૂ કર્યા હતા અને શહેરને આગવું શહેર કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.