સોરઠ, વલસાડ અને જામનગર સહિત 17 દારૂના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો ‘તો
જૂનાગઢ જિલ્લાના ટોપ ટેન બુટલેગરોમાં જેનો સમાવેશ થાય છે તેવા 17 ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર તાલાલાનાં ઉમરેઠી ગામના બુટલેગરને જૂનાગઢ એલસીબીએ રાજકોટ નજીકના સાપર વેરાવળ ખાતેથી દબોચી લીધો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામનો કિશોર ઉર્ફે કીસલો દેવશીભાઇ ઉર્ફે દેવજીભાઈ વાઘેલા સામે જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને જામનગર સહિતના જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 17 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે અને આ કિશોર ઉર્ફે કીસલો છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન જૂનાગઢ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ. એચ.આઇ. ભાટી, પીએસઆઇ આર.કે. ગોહેલ, ડી.જી. બડવા અને સ્ટાફને બાતમી મળી હતી કે, જૂનાગઢના ટોપ ટેન બુટલેગરોમાં લિસ્ટેડ ગણાતો કિશોર ઉર્ફે કીસલો વાઘેલા સાપર વેરાવળ ખાતે રહી ફ્રુટનો વેપાર કરે છે. ત્યારે જૂનાગઢ એલસીબી ટીમ વેરાવળ સાપર જીઆઇડીસી.માં પહોંચીી હતી. દરમિયાન કિશોર ઉર્ફે કિશલો પોલીસને જોઇ જતા ભાગવા લાગ્યો હતો ત્યારે એલસીબી.ના જવાનોએ દોઢ કિલોમીટર દોડ લગાવી તેને દબોચી લીધો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કિશોર ઉર્ફે કીસલો સામે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં 4, મેંદરડા પોલીસ સ્ટેશનમાં 4, માળીયા પોલીસ સ્ટેશનમાાંં1, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પોલીસ સ્ટેશનમાં 2, કોડીનાર પોલીસ સ્ટેશનમાં 1, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં 1, વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રભાસ પોલીસ સ્ટેશનમાં એક જામનગર પોલીસ 1, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં 1 તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 1 અને વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 17 ગુન્હાઓ નોંધાયા હતા. અને તે છેલ્લાં ચાર વર્ષથી નાસતો ફરતો હતો.