દોઢ વર્ષ પહેલા રૂ.૩.૫૦ લાખની કિંંમતના દારૂની બાકી રકમ વસુલ કરવા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી બૂટલેગર ફરાર
જૂનાગઢ કડીયાવાડમાં બૂટલેગરે જ બૂટલેગરના ઘર પર ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષ પહેલા દારૂની થયેલી હેરાફેરીમાં રૂપીયા ઉઘરાણી કરતા મોડી રાત્રીનાં ચડી આવેલો શખ્સ અન્ય બૂટલેગરને મારી નાખવાના ઈરાદે ડેલી તેમજ દિવાલપર ૩ રાઉન્ડ ફાયરીંગ કરી નાસી છૂટયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં આજથક્ષદોઢ વર્ષ પહેલા કડીયાવાડમાં રહેતા સનીએ મીરાનગરમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવા જેશામેરને એક ગાડી ઈગ્લીશ દારૂ આપ્યો હતો. જેનાસાડા ત્રણ લાખ રૂપીયા સનીને લેવાના હતા. જે દેવાએ આપ્યા નથી.સનીએ આમામલે ઉઘરાણી કરતાચાર દિવસ પહેલા દેવાએ ફોન ઉપર ધમકી આપી હતી જે. બાદ શનિવારે મોડી રાત્રે સમીર ઉર્ફે ભાયુ કિશનભાઈ સોંદરવાએ તેની શેરીમાં ફાયરીંગ થયાનો અવાજ સાંભળ્યો હતો જેદેવા જેશા મેર ફાયરીંગ કર્યું હતુ. દેવો જ્ઞાતીપ્રત્યે હડધૂતકરી ત્રણેય બાપ દિકરાઓને બહાર નીકળવા કહી રહ્યો હતો.
ત્રણેય બાપ દિકરો ઓશરીમાં હશે એમ સમજી મારી નાખવાના ઈરાદે દેવાએ બે રાઉન્ડ ડેલી ઉપર અને એક રાઉન્ડ બાજુમાં એમ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જોકે આ ફાયરીંગ કરી દેવોકારમા નાસી છૂટયો હતો.
બાદમાં આ મામલે સમીર કિશન સોંદરવાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે દેવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાને પગલે કડીયાવાડમાં ભય પ્રસર્યો હતો.