બીલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ તપાસને સફળતાપૂર્વક અંજામ આપ્યો : અરજદારને મોબાઈલ-પર્સ પરત અપાવવા ગારીયાધાર પોલીસને પણ દોડાવી
પોલીસ સામાન્ય કે, એકદમ નાના કહી શકાય તેવા બનાવવામાં કેટલી ઉંડાણપૂર્વક તપાસ કરતી હોય છે તેનું એક ઉદાહરણ જુનાગઢ પોલીસ દ્વારા સામે આવ્યું છે.જૂનાગઢ તાલુકાના બીલખા ગામે જૈન સંઘમાં આવેલ પ્રિયાબેન શાહનો મોબાઈલ અને નાની એવી રોકડ રકમ સાથેનું પર્સ ગુમ થતા, તેઓએ નજીકના બીલખા પોલીસ સ્ટેશનમાં પર્સ ખોવાયાની વિગતવાર અરજી આપી. જેના આધારે બીલખા પોલીસે તપાસ આદરી હતી.
આ બનાવની તપાસ કરનાર હેડ કોસ્ટેબલ હાર્દિક પંડ્યા કહે છે કે, પી.એસ.આઈ. આર.પી. ચુડાસમાના માર્ગદર્શનમાં પર્સ ગુમ થયાની જગ્યા પર જઈ તપાસ શરૂ કરી. સ્થળ પરના લોકોની પૂછપરછ પણ કરી, પરંતુ આ બનાવની કોઈ કડી હાથ લાગી નહીં. ત્યારે સોફ્ટવેરના માધ્યમથી મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતાં એકવાર મોબાઈલનું લોકેશન ભાવનગરના ગારીયાધારમાં જોવા મળ્યું. જેથી ગારીયાધાર પોલીસનો ત્વરિત સંપર્ક કર્યો, એટલે ગારીયાધાર પોલીસ પણ મોબાઈલ લોકેશન સુધી પહોંચવા મથામણ કરી. પણ મોબાઈલ બેટરી લો થવાથી કે અન્ય કોઈ કારણોસર મોબાઈલના લોકેશન સુધી પોલીસ પહોંચી શક્યાં નહી.
પરંતુ, હેડ કોસ્ટેબલ હાર્દિક પંડયા થાંક્યા વગર આ બનાવનો ભેદ ઉકેલવા પાછળ લાગ્યા રહ્યા અને ઈંખઊઈં નંબર પરથી મોબાઇલ ટ્રેસિંગનું કામ ચાલુ રાખ્યું. જેમાં સોફ્ટવેરના માધ્યમથી બિલખાનું લોકેશન જોવા મળ્યું. જેથી પંડ્યાએ મોબાઈલના લોકેશનના આધારે સ્થળ પર પહોંચી મોબાઈલ જેમની પાસે હતો. તેમની પાસેથી મોબાઈલ, નજીવી રોકડ રકમ અને પર્સ સહિતનો સામાન જપ્ત કર્યો. ત્યાર બાદ જેમની પાસેથી મોબાઈલ-પર્સ મળી આવ્યું તેની સઘન પૂછપરછ કરતાં સામે આવ્યું કે, મોબાઈલ સાથેનું આ પર્સ ચોર્યું ન હતું. પણ મળી આવ્યું હતું.
આમ, ત્રણેક મહિના સુધી નાના એવા બનાવવાની ઉંડાણપૂર્વક તપાસ કરી અમદાવાદના નિવાસી અને અરજદાર પ્રિયાબેન શાહને મોબાઈલ, રોકાણ રકમ પર્સ સહિતની વસ્તુઓ પરત અપાવી હતી. બિનાબેને બીલખા પોલીસનો આભાર પ્રગટ કરતા કહ્યું હતું કે, વિચાર્યું ન હતું કે, આટલા દિવસ બાદ પણ સામાન પરત મળેશે. પણ બિલખા પોલીસના સઘન પ્રયાસોથી આ શક્ય બન્યું છે. જે મારા માટે એક કાયમી યાદગાર અનુભવ રહેશે. અત્રે એ પણ નોંધનીય છે કે, હેડ કોંસ્ટેબલ હાર્દિક પંડ્યાએ 13-14 વર્ષના ફરજ કાળ દરમિયાન ઘણાં ગુન્હાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમદાવાદ ખાતે ફરજ દરમિયાન રૂ. 12.99 લાખની ચોરીના આઠેક જેટલા ગુન્હાઓ પણ તેમણે ડિટેક્ટ કર્યાં હતા.