પત્રકારની હત્યા કર્યા બાદ ગમે તે કારણોસર આરોપી પેરોલ ઉપર છુટી ગયો અને ફરાર થઈગયો: પત્રકાર પરિવારને રક્ષણ આપવા માંગણી
ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર જૂનાગઢના જાણીતા પત્રકાર કિશોરભાઈ દવેની હત્યાનો મુખ્ય આરોપી ફિરોઝ કાસમ હાલા પેરોલ પર છુટયા બાદ ફરાર ઈ જતાં હરકતમાં આવી ગયું છે.
દેશભરના મીડિયામાં પત્રકાર કિશોરભાઈ દવેની હત્યાના ઘેરા પડઘા પડયા હતા ત્યારે આવા ચકચારી મર્ડર કેસનો મુખ્ય આરોપીને પેરોલ મળ્યા હતા અને તેમના પેરોલની મુદત ગત તા.૨૯/૫/૧૭ના રોજ પુરી ઈ જવા છતાં તેઓ જેલમાં હાજર વા બદલે છેલ્લા ૯ દિવસી ફરાર ઈ ગયેલ છે ત્યારે એક ખુની નિર્દોષ પત્રકારને પોતાની ઓફિસમાં ભરચક વિસ્તારમાં રાત્રી ૮ ી ૯ વચ્ચે છરીઓ મારી હત્યા કરી માત્ર આઠ માસના સમયમાં કોઈ પણ કારણ આપી પેરોલ પર છૂટી ગમે ત્યાં આંટાફેરા કરી શકે તો તેની પાછળ જવાબદારી કોણ જેલ તંત્ર કે ન્યાય તંત્ર ? અને પેરોલ પર છુટીયા પછી ફરી પાછું જેલમાં ન જવું અને ફરાર ઈ જવું તેવી સ્િિતમાં ખુનખાર આરોપીનો ઈરાદો શું છે ? શા માટે ફરાર ઈ ગયો ?
હાલ તો આ ઘટનાી પત્રકાર કિશોરભાઈ દવે પરિવાર પર આફતના વાદળો આવી ગયા છે. ત્યારે આ પરિવારની સલામતિનું શું તેની ચિંતા કરવી તો ત્યાં રહી પરંતુ આ ઘટનાની ખરાઈ કરવા માટે તેને બે દિવસ સુધીની રાહ જોવી પડી ? તેવી તંત્રની સ્િિત વચ્ચે આ પરિવારના રક્ષણનું શું ? જો કે સ્વ.પત્રકાર કિશોર દવેના ભાઈએ હત્યાનો મુખ્ય આરોપી ફિરોઝ કાસમ હાલા હાલ ન્યાયતંત્રની પકડમાં ન હોય ત્યારે આ આરોપી ગમે ત્યારે તેમના પરિવારમાંી કોઈ પણને નુકશાન કરી શકે તેવી જિલ્લા પોલીસ વડાને પત્રકાર પ્રકાશ દવેએ પત્ર પાઠવી તેમના પરિવારને જયાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી છે.