કારમાં દારૂ ભરી હેરાફેરી કરતો’તો, આરોપી સહિત ૪ની ધરપકડ
જૂનાગઢ શહેરના પંચાસર રોડ ઉપર જૂનાગઢના એ ડિવિઝન મહિલા પીએસઆઇ તથા સ્ટાફ ઉપર કાર ચડાવી દઈ હત્યાની કોશિષ કરનાર આરોપીઓને જુનાગઢ પોલીસ એ પકડી પાડી ગુનામાં વપરાયેલા કારને કબજે લીધી છે.
તાજેતરમાં પ્રોહીબિશનનો ગેર કાયદેસર ધંધો કરતા ઇસમોને ચેક કરવા ગયેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિધિ ઉંજિયા તથા પોલીસ ટીમ ઉપર કાર ચઢાવવાની કોશિશ કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જાતે પોલીસ ટીમને સાંભળી, સ્થાનિક એ ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની જુદી જુદી ચાર ટીમ બનાવી હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના પીએસઆઇ જે.એમ.વાળા સહિતની પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આ ગુન્હામાં સંડોવાયેલ સંદીપ ઉર્ફે સંજય કરમણભાઇ મકવાણા (ઉવ. ૨૨), સાગર હમીરભાઇ કટારા (ઉવ. ૨૨), સરમણ હમીરભાઇ કટારા (ઉવ. ૨૫), ભીખા ગોગનભાઇ મોરી (ઉવ. ૨૪), અરજણ લાખાભાઇ કોડીયાતર (ઉવ. ૨૩) ને ટેક્નિકલ સોર્સ આધારે બતમીદારો દ્વારા મળેલ બાતમી આધારે પકડી પાડી, રાઉન્ડ અપ કરી, કોવિડ ૧૯ નો ટેસ્ટ કરાવી, ધરપકડ કરવામાં આવેલ છે અને ગુન્હામાં વપરાયેલ એસ્ટીમ કાર કબજે કરવામાં આવેલ છે.
જુનાગઢ પોલીસે આ ગુન્હામાં પકડાયેલ પાંચેય આરોપીઓએ અગાઉથી ગુન્હાાહીત કાવતરૂ રચી, બનાવ બન્યા બાદ મુદામાલની કારને સગેવગે કરી, ગુન્હામાં એકબીજાની મદદગારી કરવામાં આવેલ હોઈ, આ ગુન્હામાં કાવતરા, પુરાવાના નાશ સહિતની કલામોનો ઉમેરો કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.