લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો
જૂનાગઢની પરિણીત મહિલા કોન્સ્ટેબલના ઘરે ભુજ પોલીસમાં નોકરી કરતા નણંદનો ફોન આવ્યા બાદ તેણીના પતિએ ગળું પકડી, સાસુ અને નાની નણંદે લાકડી વડે માર મારી, મારી નાખવાની ધમકી આપી હોવાની એક ઘટના પોલીસમાં નોંધાઈ છે.
જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અસ્મિતાબેન મગનભાઈ વિંઝુડાના એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા જલ્પેશ કરસનભાઈ ચૌહાણ સાથે 12 વર્ષે પહેલા લગ્ન થયા હતા અને જલ્પેશની ભુજ પોલીસમાં નોકરી કરતી બહેન શોભનાબેન જલ્પેશના ઘરે આવી રોકાઈ હતી. અને બાદમાં તે ભુજ જતી રહી હતી. અને તે રાત્રે જલ્પેશને તેની બેન શોભનાબેનનો ફોન આવ્યો હતો અને ફોન પૂરો કરી જલ્પેશે તેની પત્ની અસ્મિતાબેન સાથે ઝઘડો કરતા અસ્મિતાબેન અગાસીમાં જતા રહ્યા હતા. ત્યારે બાજુમાં રહેતા અસ્મિતાબેનના સાસુ હીરાબેન ત્યાં પહોંચ્યા હતા અને અસ્મિતાબેનના પતિએ અસ્મિતાબેનનું ગળું પકડીને માથું ભટકાવ્યું હતું. જ્યારે સાસુ હીરાબેન તથા બીજા નણંદ રસીલાબેને લાકડી વડે માર મારી ઇજાઓ કરી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની જૂનાગઢના મહિલા કોન્સ્ટેબલ અસ્મિતાબેન મગનભાઈ વિંઝુડા એ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુનાગઢના મહિલા કોન્સ્ટેબલના પતિ સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.