ગીરનાર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વિડિયો વાયરલ: દામોદર કુંડ પાસેથી બે ફામ તી ખનીજ ચોરીની ઘટનાઓથી વન વિભાગની હકીકત છતી થઈ
જૂનાગઢ જંગલ વિસ્તારમાં સિંહના સંરક્ષણ સો વન્ય જીવો અને ગીરનાર જંગલ સહિતના જંગલોની સુરક્ષા માટે ગત ૧૬મી માર્ચે જૂનાગઢ સર્કીય હાઉસ ખાતે મીટીંગ અાયોજીત કરવામાં આવી હતી.
આ મીટીંગ દરમિયાન ગુજરાતભરમાથી લગભગ પાંચ ડઝની વધારે વર્ગ-૧-૨ના કર્મચારીઓએ વાતોના વડા કરી પ્રજાના પૈસે તાગડધીન્ના કર્યા હતા. આ મીટીંગ બાદ ગણતરીના દિવસોમાં જ વધુ એક ગેરકાયદેસર સિંહ દર્શન અને દામોદર કુંડ પાસેથી થતી ખનીજ ચોરીએ વન વિભાગ સો ખનીજ વિભાગ અને પોલીસનું પણ નાક વાઢી લીધુ હતું.
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ ગીરનાર જંગલમાં પુષ્કળ અસામાજીક પ્રવૃતિઓ ચાલી રહી છે. ગત ૧૬મી માર્ચ જૂનાગઢના સર્કીટ હાઉસ ખાતે વન્ય જીવન સૃષ્ટિ, વન્ય જીવો અને ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ મીટીંગ દરમિયાન જ વાતોના વડા સો છબરડા સ્પષ્ટ થયા હતા. તેમાંય તાજેતરમાં વધુ એક ગેરકાયદેસર સિંહ દર્શનનો વીડીયો વાઈરલ થતાં પ્રકૃતિપ્રેમીઓએ આંચકા સો ફીટકારની લાગણી વ્યકત કરી હતી. આની સો ગણતરીના દિવસો પહેલા દામોદર કુંડથ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ખનનની પ્રવૃતિની જાણકારી પણ વન વિભાગના સનિક સ્ટાફને જાગૃત નાગરીક દ્વારા આપવામાં આવી હતી. તે અંગે પણ કોઈ કાર્યવાહીઓ ન તા પ્રકૃતિપ્રેમીઓમાં કચવાટ સો ફીટકારની લાગણી વ્યકત કરી હતી. અવાર-નવાર મોટા-મોટા મીટીંગો દરમિયાન વાતોના તડાકાર મારતા અધિકારીઓનું રીતસર આ બે ઘટનાઓએ નાક વાઢી લીધુ હતું. ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિની અનેક બાતમીઓ પ્રજામાંી મળતી હોવાની સો કોઈ કાર્યવાહી આ બાતમી ઉપર ન થતી હોવાનું વન વિભાગના ભેદી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
ગેરકાયદેસર સિંહ દર્શનના વિડીયો વાઈરલ થતા ચીમેર ચકચાર મચી છે. ત્યારે ગત શુક્રવારે એક જાગૃત નાગરિક દ્વારા વન વિભાગના ઓફીસર ખટાણા અને આરએફઓ મૈયાત્રાને દામોદર કુંડ વિસ્તાર પાસેથી ગેરકાયદેસર ખનીજની ઉઠાંતરી તી હોવાની બાતમી અપાઈ હતી.તેમાં પણ આવીને અધિકારીઓએ ચુપકીદી સેવી ટેલીફોન નેટવર્ક ન મળતુ ન હોવાની વાત સો આ બાતમીદારને ફરી ફોન કરવાની તસ્દી લીધી ન હતી. વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેના કારણે વન વિભાગની નિષ્ઠા કુદાકા મારીને બુધ્ધીજીવી પ્રજાને સ્પષ્ટ થઈ રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,